અહો આશ્ચર્યમ! આ માછલી આપે છે 860 વોલ્ટનો ઈલેક્ટ્રીક કરન્ટ...!
વોશિંગટનઃ કોઈ પ્રાણીના શરીરમાંથી ઈલેક્ટ્રીક કરન્ટ પસાર થતો હોય એવું તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. જોકે, ઈલ (EEL) નામની માછલીની એક પ્રજાતિ છે, જે પોતાના સ્વબચાવમાં ઈલેક્ટ્રિક કરન્ટ છોડે છે. તેને સ્પર્શતાંની સાથે જ તમારા શરીરમાં મોટો વિજળીનો કરન્ટ લાગ્યો હોય તેવો અનુભવ થાય છે.
આ કારણે જ માછલીની આ પ્રજાતિને ઈલેક્ટ્રિક ઈલ (electric eel) નામ આપવામાં આવેલું છે. સામાન્ય રીતે આ ઈલ માછલી 650 વોલ્ટનો વિજળીનો ઝટકો આપતી હતી. વિશ્વમાં અનેક સમુદ્રોમાં આ પ્રકારની માછલી મળી આવે છે.
તાજેતરમાં જ સંશોધકોએ દુનિયાના ચાર દેશોમાંથી 107 ઈલ માછલીને એક્ઠી કરી હતી. ત્યાર પછી તેમણે તેમની શારીરિક રચનાનો અભ્યાસ કર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે, તેમનાં DNAમાં ચાર જુદા-જુદા પ્રકાર છે અને સાથે જ તેમની શારીરિક રચનામાં દરેકના વચ્ચે થોડોઘણો ફેરફાર છે.
860 વોલ્ટનો વિજળી પ્રવાહ
અમેરિકન સંશોધકોએ જે ઈલ માછલીઓ એક્ઠી કરી હતી તેમના પર સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે, એક પ્રકારની ઈલ માછલી 860 વોલ્ટનો વિજળીનો ઝટકો આપે છે. બાકીની તમામ ઈલ માછલીઓ 650 વોલ્ટનો ઝટકો આપતી હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, દક્ષિણ અમેરિકામાં માછલીની 250 જેટલી પ્રજાતીઓ છે જે વીજળી પેદા કરે છે, પરંતુ ઈલ પ્રકારની માછલી શિકાર કરવા અને સ્વબચાવ માટે સામેની વ્યક્તિને વિજળીનો ઝટકો આપે છે.
નેચર હિસ્ટ્રી અંગેના સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમના વડા અને આ અભ્યાસ ટીમના લીડર એવા સી. ડેવીડ ડી-સાંતાનાએ જણાવ્યું કે, "આ સંસોધનથી સ્પષ્ટ થાય છે કે, અમેઝનનાં વર્ષાવનોમાં ઘણું બધું સંશોધન કરવાની જરૂર છે. સાથે જ આ વિશેષ પ્રકારની માછલીની પ્રજાતિઓના સંરક્ષણ માટે પણ પ્રયાસો હાથ ધરવા પડશે."
860 વોલ્ટનો ઝટકો આપતી ઈલેક્ટ્રીક ઈલ અંગેનો આ અહેવાલ તાજેતરમાં જ નેચર કમ્યુનિકેશન નામના જનરલમાં પ્રકાશિત થયો છે.
જુઓ LIVE TV....