લંડન : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પ્રપૌત્ર અને પૌત્રને લંડન પોલીસની ધરપકડ કરી લીધી છે. આરોપ છેકે તેમણે આવાસની બહા એક પ્રદર્શનકર્તા પર હૂમલો કરી દીધો. સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં આ અંગેની ઘટનાને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. પાકિસ્તાન કોર્ટની તરફથી ભ્રષ્ટાચાર મુદ્દે દોષીત ઠેરવવામાં આવ્યા અને 10 વર્ષની સજાની જાહેરાત બાદ નવાઝ શરીફ પોતાની પુત્રી મરિયમની સાથે લંડનથી પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. 
બીજી તરફ વિદેશમાં તેના આવાસની બહાર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું હતું, જ્યા નવાઝ શરીફની પુત્રી મરિયનમો પુત્ર જુનૈદ સફદર અને પૌત્ર જકારિયા હુસૈન એ લંડનના પાર્ક લેન ખાતેના આવાસની બહાર ગત્ત ગુરૂવારે એક પ્રદર્શનકર્તા પર હૂમલો કરીને તેને ગડદા પાટુનો માર માર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે નવાઝને 10 વર્ષની સજા ફટકારી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેની પુત્રી મરિયન નવાઝને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું હતું. નવાઝને એવેનફીલ્ડ રેફરન્સ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે તેની પુત્રી મરિયમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 

પાકિસ્તાનમાં તણાવની પરિસ્થિતી
નવાઝ શરીફની પાકિસ્તાન આવ્યાના સમાચાર મળ્યા બાદ સમગ્ર દેશમાં તણાવની પરિસ્થિતી છે. તણાવગ્રસ્ત વાતાવરણ વચ્ચે પાકિસ્તાન મુસ્લિમ લીગ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને અટકાવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા પાડી રહી છે. ઉપરાંત 300 નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. તમામની ધરપકડ 144 હેઠળ કરવામાં આવી છે. અને તેમને 30 દિવસ જેલની સજા ફટકારવામાં આવી છે.