કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા ભારતીય એજન્ટોએ કરી છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશોએ એક બીજાના રાજનયિકોની હકાલપટ્ટી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર અમેરિકાના ગુપ્તચર વિભાગ પેન્ટાગનના પૂર્વ અધિકારી માઈકલ રૂબિને કહ્યું કે જો અમેરિકાએ કેનેડા અને ભારતમાંતી કોઈ એકની પસંદગી  કરવાની હોય તો નિશ્ચિત રીતે અમે ભારતને પસંદ કરીશું. કારણ કે ભારત સાથે સંબંધ રણનીતિક રીતે કેનેડા કરતા વધુ મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે તો એટલે સુધી કહી દીધુ કે બંને દેશો વચ્ચે લડાઈ હાથી અને કીડી જેવી છે. ભારત સાથે વિવાદ વચ્ચે કેનેડામાં એક સર્વે પણ બહાર પડ્યો છે. જે મુજબ ટ્રુડો પ્રધાનમંત્રી પદ માટે હવે બીજા નંબરના દાવેદાર છે. પહેલા નબર પર હાલ વિપક્ષના નેતા પિયરે પોઈલિવરે છે. જેને લઈને માઈકલ રૂબિને કહ્યું કે હવે ટ્રુડો લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેવાના નથી. જો અમેરિકા સાથે સંબંધ તણાવપૂર્ણ થાય તો તેમના ગયા બાદ  ફરી સારા થઈ જશે. 


અમે ભારતને પસંદ કરીશું
તેમણે વધુમાં કહ્યું કે 'પીએમ ટ્રુડોએ ભૂલ કરી છે. તેમણે જે આરોપ લગાવ્યા છે તેનું સમર્થન કરવા માટે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે હવે એ વાત જણાવવી પડશે કે સરકાર એક આતંકીને શરણ કેમ આપી રહી છે.' ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપ સિંહ નિજજર ભારતમાં વોન્ટેડ હતો. 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક  ગુરુદ્વારાના પાર્કિંગમાં તેની ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમણે કહ્યું કે' અમારે બે મિત્રોમાંથી કોઈ એકની પસંદગી કરવી પડી તો ભારતને પસંદ કરીશું. કારણ કે ભારત સાથે સંબંધ મહત્વપૂર્ણ છે અને નિજ્જર એક આતંકી હતો.' 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube