નવી દિલ્હી: તમે એવી કેટલીય તસવીરો જોઈ હશે જેમાં ટ્રેનોમાં ખચાખચ ભીડ હોય છે અને લોકો ડબ્બામાંથી બહાર લટકેલા હોય છે. છત પર બેઠા હોય છે. આવો જ કઈક નજારો કાબુલ એરપોર્ટ પર જોવા મળ્યો. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસને જે રીતે ઘૂંટણિયા ટેક્યા ત્યારબાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખુબ ડરામણી અને ભયાનક છે. તાલિબાનનો  કબ્જો લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર થઈ ગયો છે. બચવા માટે એરપોર્ટ જ એક સહારો છે. પરિણામે દરેક જણ એરપોર્ટ પહોંચવાની કોશિશમાં છે. હાલાત એટલા બગડી ગયા છે કે એક સમયે તો એરપોર્ટ પર પગ મૂકવાની જગ્યા નહતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રડવું આવે તેવી સ્થિતિ
તાલિબાને ભરોસો અપાવ્યો કે કાબુલમાં રહેલા રાજનયિકોએ ડરવાની જરૂર નથી, પરંતુ આમ છતાં તાલિબાનનો ડર એ હદે લોકો પર હાવી છે કે તેની અસર કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી. કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ હાલમાં ફ્લાઈટમાં ચઢવા માટે બેચેન જોવા મળ્યા. આ બાજુ નાટો દેશોએ નિર્ણય લીધો છે કે કાબુલ પર તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની ઉડાણો સસ્પેન્ડ રહેશે અને કાબુલ એરપોર્ટનો ઉપયોગ હવે ફક્ત મિલેટ્રી માટે  થશે. 




કોઈ પણ ભોગે નીકળવા માંગે છે લોકો
અફઘાનિસ્તાનને લઈને સમગ્ર દુનિયાને જે ડર હતો તે ડર આખરે રવિવારે સાચો પડ્યો. કાબુલ પર કબ્જા સાથે અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનનું શાસન થઈ ગયું ગયું. તાલિબાન રિટર્ન્સ ના કારણે કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં ત્રાહિમામની સ્થિતિ છે. લોકો કોઈ પણ ભોગે ત્યાંથી ભાગવા માંગે છે.  આ લોકોની મદદે કોઈ એજન્સી કે સંસ્થા ત્યાં હાજર નથી. લોકો કોઈ પણ રીતે આ હુકુમતથી બચવા માંગે છે જેણે આતંકના ખૌફનાક ચહેરાને રૂબરૂ કરાવ્યો. અફઘાનની જનતા તે દિવસો ફરીથી જીવવા માંગતી નથી. આ જ કારણ છે કે જ્યારે તાલિબાનનો કબ્જો વધ્યો તો જે નીકળી શકતા હતા તેમણે બિસ્તરા પોટલા બાંધવાના શરૂ કરી દીધા. છેલ્લા કેટલાક સમયથી પલાયનનો દોર ચાલુ છે. 


રસ્તાઓ પર આમ તેમ ભાગી રહ્યા છે લોકો



 


કાબુલમાં ચારેબાજુ દહેશત અને તાલિબાનના ખૌફનું સામ્રાજ્ય