ઈસ્લામાબાદ: જમ્મુ અને કાશ્મીર પર ભારત સરકારના નિર્ણય વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)માં જવાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીની જાહેરાતને લઈને પાકિસ્તાનમાં સર્વસંમતિ છે કે પછી આ પગલું ભારત વિરુદ્ધ ઉઠાવવામાં આવેલું એક પછી એક વાહિયાત પગલાંમાનું એક પગલું છે. પાકિસ્તાનમાંથી ઉઠી રહેલા અવાજોને જોતા તો આ મામલો કઈંક અલગ જ લાગે છે. તરફડિયા મારતું પાકિસ્તાન આઈસીજેમાં જવાની પોકળ ધમકી તો આપી બેઠું પરંતુ હકીકત એ છે કે દેશનું કાયદા મંત્રાલય જ તેને લઈને અસમંજસની સ્થિતિમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના જણાવ્યાં મુજબ કાયદા મંત્રાલયએ હજુ આ મામલો આઈસીજેમાં ઉઠાવવો કે નહીં તે અંગે પોતાનો અંતિમ અભિપ્રાય આપવાનો બાકી છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. એટલે સુધી કે આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકાર અનેક વકીલોએ પણ વિદેશ મંત્રીના આ નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અખબારના રિપોર્ટમાં કહેવાયું છે કે આ અંગે મત વિભાજન થયું છે. આઈસીજેના ક્ષેત્રાધિકારને ધ્યાનમાં રાખીને મામલો કોર્ટમાં લઈ જવાય કે નહીં. 


પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના એક વરિષ્ઠ નેતાએ અખબારને જણાવ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા બ્રિટન સ્થિત એક વકીલના સંપર્કમાં છે જેમનું માનવું છે કે પાકિસ્તાને આઈસીજેમાં ભારત વિરુદ્ધ કાશ્મીર મુદ્દો ઉઠાવવો જોઈએ.  પીટીઆઈના નેતાએ કહ્યું કે એક સંઘીય મંત્રીએ બેન એમર્સન નામની વ્યક્તિ સાથે વડાપ્રધાન ઈમરાન ખાનની મુલાકાત કરાવી જેમણે આ મામલે આઈસીજેમાં જવાની સલાહ આપી અને ત્યારબાદ વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન આ મુદ્દો આઈસીજેમાં ઉઠાવવા જઈ રહ્યું છે. 


જુઓ LIVE TV



હાર તો નક્કી પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની ઈચ્છા
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કલમ 370 અને 35એને રદ કરવાના કાયદાકીય પરિણામો અંગે આઈસીજેમા સલાહ લેવા પર વિચાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કાનૂની મામલાઓના જાણકાર તૈમૂર મલિકે કહ્યું કે આ પ્રકારની સલાહ અનિવાર્ય નથી હોતી પરંતુ આ મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં મદદ મળશે. અખબારે પોતાના રિપોર્ટમાં આઈસીજેની જોગવાઈઓના હવાલે એમ પણ કહ્યું કે કાશ્મીર મામલમાં ભારતને ઘેરવું પાકિસ્તાન માટે લગભગ અશક્ય રહેશે. 


(અહેવાલ-સાભાર IANS)