નવી દિલ્હી: કઝાકિસ્તાનની સરકારે પેટ્રોલિયમ પદાર્થ એલપીજી અને ગેસોલિનના ભાવ વધારવાના કારણે લોકોમાં ફેલાયો ભારે રોષ અને લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ એટલી હદે વધી ગયો કે તેને શાંત પાડવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલને છોડવા પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરજન્સીની જાહેરાત
CNNમાં પ્રકાશિત અહેવાલ મુજબ દેશમાં ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી સ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી સ્થાનિક લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા દેશની રાજધાની અલ્માટી અને મંગિસ્ટાઉમાં વિરોધ પ્રદર્શનને કારણે રાતે 11 થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યો છે.


દાયકાઓ બાદ આગચંપી અને વિરોધ પ્રદર્શન 
મીડિયા અહેવાલ અનુસાર અનેક શહેરોમાં સેના અને જનતા વચ્ચે પણ ધર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. દેશભરમાં આ હોબાળાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં કજાકિસ્તાનની જનતા પોલીસની ગાડીઓને રોકવાની સાથે તેને આગ પણ લગાવી રહી છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube