આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર 47 જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાના ચોંકાવનારા સમાચાર છે. પોલીસને આ મૃતદેહ એક પાદરીની જમીન પરથી જ મળી આવ્યા છે. કેન્યાના શાકાહોલાના જંગલમાં પોલીસને હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવા રિપોર્ટ્સ છે કે ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે જો આ લોકો ભૂખ્યા રહીને પોતાને દફન કરી લેશે તો તેઓ સ્વર્ગમાં જશે અને તેમની મુલાકાત જીસસ સાથે થશે. જો કે પોલીસ તરફથી આ લોકોના મૃતદેહો છેલ્લા ત્રણ દિવસથી કાઢવામાં આવી રહ્યા છે અને મૃતદેહોની સંખ્યા વધી રહી છે. 


માલિંદી ઉપ-કાઉન્ટીના પોલીસ પ્રમુખ જ્હોન કેમ્બોઈએ આ ઘટના અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પાદરી પોલ માકેન્જીની જમીન પર હજુ વધુ કબરો ખોદવામાં આવશે. ત્યારબાદ જ આત્મહત્યા કરનારાઓ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે. તેમણે કહ્યું કે 14 એપ્રિલના રોજ મૃતદેહ મળ્યા બાદ પાદરીની ધરપકડ કરી લેવાઈ હતી. પાદરીના કહેવા ઉપર જ આ લોકોએ આ પગલું ભર્યું હતું. 


પોલીસને આખી ઘટના વિશે કેવી રીતે ખબર પડી?
એવું માનવામાં આવી રહ્યું છે કે પોલીસને આ અંગે ગુપ્ત સૂચના મળી હતી જેના આધાર પર પોલીસે માલિંદીમાં પાદરીની સંપત્તિ પર છાપો માર્યો. ત્યારબાદ તપાસમાં પોલીસને એક પછી એક મૃતદેહો મળતા ગયા. ન્યૂઝ વેબસાઈટ કેન્યા ડેઈલીના જણાવ્યાં મુજબ પોલીસ હાલ તમામ મૃતદેહોમાંથી ડીએનએ સેમ્પલ ભેગા કરી રહી છે. જેથી કરીને એ સાબિત કરી શકાય કે આ લોકોના મોત ભૂખ્યા રહેવાના કારણે થયા છે. 


ન્યૂઝીલેન્ડમાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતા, ચેતવણી અપાઈ


વુહાનની સિક્રેટ લેબમાં કોરોના પર પ્રયોગ, મહામારી આવતા પહેલા વાઈરસમાં કરાયા ફેરફારો


અધૂરા રહી જશે ઓસ્ટ્રેલિયાના અભરખાં! આ એક કારણસર લાખો ગુજરાતીઓનું સપનું રોળાયું


પોતાને નિર્દોષ ગણાવે છે પાદરી
ધરપકડ બાદ પોલ મેકેન્ઝી  એટલે કે પાદરીનું કહેવું છે કે તેમણે લોકોને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેણે વર્ષ 2019માં જ ચર્ચ બંધ કરી દીધુ હતું. જો કે આ મામલે પોલીસ તરફથી કોઈ જ ઢીલાશ દેખાડવામાં આવી રહી નથી. 


પાદરીના કારણે પહેલા પણ થયા હતા મોત?
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે પાદરી પોલ મેકેન્ઝીનું નામ અંધવિશ્વાસ સાથે જોડાયેલું છે. આ અગાઉ 2019માં અને તે વર્ષે માર્ચમાં પણ પોલીસ તેમની ધરપકડ કરી ચૂકી છે. 2019માં તેમના કારણે બે બાળકોના મોત થયા હતા. માતા પિતાની ફરિયાદ પર પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે વખતે 10 હજાર કેન્યન શિલિંગ એટલે કે 6 હજા રૂપિયાના દંડ પર પોલીસે તેમને છોડ્યા હતા. ત્યારબાદ હવે ફરીથી આવી ઘટના જોવા મળી છે. જેમાં આટલા બધા લોકોના મોત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube