Tattoo Model Kerstin Tristan: ટેટૂ પર લાખો રૂપિયા ખર્ચનારા એક દાદીએ દાયકાઓથી ચાલતી તસવીરોની એક શ્રેણી શેર કરી છે, એ જણાવવા માટે કે તેમનું શરીર આટલા વર્ષોમાં કેવી રીતે બદલાયું. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, ક્રેર્સ્ટિન ટ્રિસ્ટન (Kerstin Tristan)એ અત્યાર સુધી પોતાના ટેટૂ પર  £25,000 (24 લાખથી વધુ)નો ખર્ચ કર્યો છે, અને હવે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પહેલાં અને બાદની તસવીર અપલોડ કરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ 30 વર્ષ જૂની તસવીર શેર કરી:
તેઓએ પોતાની 30 વર્ષ જૂની, 8 વર્ષ જૂની અને હાલની ત્રણ તસવીર એક સાથે શેર કરી છે. તસવીરમાં એ સ્પષ્ટ જોઈ શકાય છેકે, વર્ષ 1992, 2014 અને 2022માં ક્રેર્સ્ટિન કેવી દેખાતી હતી. ત્રણેય તસવીરમાં ક્રેર્સ્ટિનના અલગ અલગ રૂપ જોવા મળ્યા છે. છ વર્ષ પહેલાં તેમણે @tattoo_butterfly_flower નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. એ સમયે તેમના લગભગ 2 લાખ ફોલોઅર્સ હતા. આ એકાઉન્ટમાં ક્રેર્સ્ટિને પોતાની ટેટૂવાળી તસવીર શેર કરી છે.


 



 


સોશ્યલ મીડિયા પર ક્રેર્સ્ટિનની તસવીર વાયરલ:
50 વર્ષની ક્રેર્સ્ટિન પોતાના ટેટૂના કારણે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવે છે. ટેટૂ મૉડલ ક્રેર્સ્ટિને પોતાના સોશ્યલ મીડિયા પર ઘણી હોટ તસવીર શેર કરી છે. જર્મનીમાં રહેતી આ ટેટૂ મોડલે 5 વર્ષ પહેલાં પોતાના શરીર પર પહેલું ટેટૂ બનાવ્યું હતું અને આજે તેમના શરીરના દરેક અંગ પર ટેટૂ છે. ક્રેર્સ્ટિને પોતાના શરીર પર રંગીન ફૂલ, પક્ષી, પતંગીયાની ડિઝાઈન બનાવી છે. પોતાનો શોખ પૂરો કરવા માટે તેમણે કોઈનો વિચાર નથી કર્યો. ખબર અનુસાર, ક્રેર્સ્ટિનને કપડા પહેરવામાં આળસ થતી હતી, જેના કારણે ઓછા કપડા પહેરતી અને બાકીની જગ્યા પર ટેટૂ કરાવી લીધું.


 



 


મહિલાને ટેટૂ બનાવવાની લત લાગી ગઈ:
સોશ્યલ મીડિયા પર 50 વર્ષીય ક્રેર્સ્ટિન ટ્રિસ્ટન પોતાની હોટ અને બોલ્ડ તસવીર શેર કરે છે, જેના કારણે તે લાખો રૂપિયા કમાય છે. તેમને ટેટૂ બનાવવાની ટેવ પડી ગઈ અને હવે તેમના શરીર પર સેંકડો ટેટૂ છે. તેમનું કહેવું છેક ટેટૂથી તેમને પાવર મળે છે. હજુ પણ તે પોતાના શરીર પર ટેટૂ બનાવવા માગે છે, પરંતુ હવે શરીર પર કોઈ જગ્યા વધી જ નથી.