KFC: નોન વેજિટેરિયન ફૂડ લવર્સને ચિકન ખાવાનું ખૂબ ગમે છે. KFC ફૂડ કંપની વિવિધ પ્રકારની ચિકન ડીશ વેચે છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળના સમાચાર આપણે ઘણી વખત સાંભળ્યા છે, પરંતુ એક મહિલા ગ્રાહકને તેના નોન-વેજ ફૂડમાં એવી વસ્તુ મળી, જેને જોઈને તે દંગ રહી ગઈ. તેણે તેના જીવનમાં ક્યારેય આવી વસ્તુનો અનુભવ કર્યો ન હોત, જે તેને KFC ઓર્ડરમાં જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે તેણે તેના તાજા KFC હોટ વિંગ્સ (KFC Hot Wings) ના બૉક્સમાં ચિકનનું આખું માથું મળ્યું. મીલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં ચિકનનું આખું માથું, આંખો અને ચાંચ દેખાઈ રહી છે.

Friend ને પ્રાઇવેટ મોમેન્ટ્સ એંજોય કરવા માટે આપ્યું ઘર, ત્યારબાદ સંતાઇને કર્યું આવું કામ


ભોજનના બોક્સમાંથી ચિકનનું આખું માથું મળ્યું
KFC હોટ વિંગ્સ (KFC Hot Wings) ના એક બોક્સમાં મહિલાને ચિકનનું આખું માથું બેટર સાથે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ મળ્યું. ફોટોમાં જોઈ શકાય છે કે તે ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું છે. KFC ની ગ્રાહક ગેબ્રિયેલે કથિત રીતે સાઉથેસ્ટ લંડનના ટ્વિકેનહૈમમાં KFC ફેલ્થમ પાસેથી ઓર્ડર કર્યો હતો.

નવા વર્ષથી બદલાઇ જશે પેમેન્ટની રીત, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સ જરૂર કરી લે આ કામ


ઇન્સ્ટાગ્રામ પર રિવ્યૂ સાથે પોસ્ટ કરવામાં આવી તસવીર
તેણે પોતાના KFC ભોજનની ચોંકાવનારી તસવીર ઇન્સ્ટાગ્રામ પર એક નોટ સાથે પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, 'મને મારા હોટ વિંગ્સ મીલના ઓર્ડરમાં ફ્રાઈડ ચિકન હેડ મળ્યું. જેના કારણે હું મારા સંપૂર્ણ ભોજનનો આનંદ માણી શકી નહી. ઓહ' ગેબ્રિયલ જસ્ટઇસ્ટ પર તેણે રિવ્યૂમાં બે સ્ટાર આપ્યા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube