જાહેરમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ઈમરાન ખાનના જુઠ્ઠાણા ગણાવ્યા
પાકિસ્તાન (Pakistan) ની નવાઝ શરીફ સરકારમાં વિદેશ મંત્રી રહેલા મોહંમદ આસિફે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) સરકારને જુઠ્ઠી સરકાર બતાવી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાની ભૂલ પર શરમ પણ નથી આવતી. એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા સમયે ખ્વાજાએ કહ્યું કે, ગત 12 મહિનામાં વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ખોટી ટ્વિટ કરી છે. સમુદ્રમાંથી તેલ કાઢવાનું હતું તેનું શું થયું. જ્યારે કે તેલની 12 ટકા જ શક્યતા હતા. હવે તો તેઓ ગણતરી પણ ભૂલી ચૂક્યા છે કે, પીએમએ કેટલી ખોટી ટ્વિટ કરી છે. ટ્વિટ કરીને ફરી ગયા છે. પોતાની ભૂલ પર તેઓને શરમ પણ નથી આવતી.
ઈસ્લામાબાદ :પાકિસ્તાન (Pakistan) ની નવાઝ શરીફ સરકારમાં વિદેશ મંત્રી રહેલા મોહંમદ આસિફે વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) સરકારને જુઠ્ઠી સરકાર બતાવી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાની ભૂલ પર શરમ પણ નથી આવતી. એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા સમયે ખ્વાજાએ કહ્યું કે, ગત 12 મહિનામાં વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ખોટી ટ્વિટ કરી છે. સમુદ્રમાંથી તેલ કાઢવાનું હતું તેનું શું થયું. જ્યારે કે તેલની 12 ટકા જ શક્યતા હતા. હવે તો તેઓ ગણતરી પણ ભૂલી ચૂક્યા છે કે, પીએમએ કેટલી ખોટી ટ્વિટ કરી છે. ટ્વિટ કરીને ફરી ગયા છે. પોતાની ભૂલ પર તેઓને શરમ પણ નથી આવતી.
Pics : ગુજરાતની આ નવરાત્રિ વિશે પણ જાણવા જેવું છે, જ્યાં મહિલાઓને રમવા પર છે પ્રતિબંધ, પુરુષો જ કરે છે ગરબા
ખોટા આંકડા કાઢ્યા
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, કાશ્મીર મુદ્દા પર ઈમરાન અને વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ 58 દેશોને સમર્થનનો દાવો કર્યો હતો. પાકિસ્તાન 16 સદસ્ય દેશોને એકઠા કેમ કરી શક્તો નથી. જ્યારે પ્રસ્તાવ રજૂ કરવાનો સમય આવ્યો તો તેઓ પાછળ હટી ગયા. આ પર પૂર્વ વિદેશ મંત્રી આસિફે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઈમરાન સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા છે. આપણી કૂટનીતિક ભેદભાવ સામે આવી ગયા છે. દુનિયામાં હવે આપણી સાથે કોઈ નથી. તેમણે ચાર વર્ષની અંદર ઈંડા, મરઘી, ઘર, નોકરીઓને લીને મની લોન્ડ્રિંગ સુધી ખોટી વાતોનો ઢગલો ખડકી દીધો. આજે સરકારમાં આવીને તેઓ આ જ કરી રહ્યાં છે.
વૃષ્ટિ અને શિવમના વધુ એક સીસીટીવી સામે આવ્યા, પોલીસે રીક્ષાવાળાની કરી પૂછપરછ
સરકાર ચાલશે કે નહિ
પાકિસ્તાનની સરકાર ચાલશે કે નહિ, તેના જવાબમાં આસિફે ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો કે, નોકરી કરતા કરતા ટ્રેનિંગ કરી શકાતી નથી. ટ્રેનિંગ પહેલા થવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની પાર્ટીથી બહારના લોકોને પણ પોતાની સરકારમાં જગ્યા આપી છે. પરંતુ કામ તેમ છતા થઈ રહ્યું નથી. તેમણે જે પણ પગલા ભર્યાં તે તમામમાં અસફળ રહ્યાં.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :