કાબૂલ: અફઘાનિસ્તાનના કાબૂલમાં સોમવારે (30 એપ્રિલ) સવારે વિસ્ફોટની બે ઘટનાઓમાં એક પત્રકાર સહિત ઓછામાં ઓછા છ લોકોના મોત નિપજ્યા છે અને 14 લોકો ઘાયલ થયા છે. કાબૂલ એમ્બુલન્સ સેવાના પ્રમુખ મોહમંદ અસીમના અનુસાર પહેલાં વિસ્ફોટમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસ અધિકારી જાના આગાએ જણાવ્યું કે પહેલાં વિસ્ફોટ બાદ બીજો વિસ્ફોટ થયો. જેમાં એક પત્રકાર સહિત 16 લોકોન મોત નિપજ્યા છે અને પોલીસ અધિકારી ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાબૂલ પોલીસના પ્રમુખ દાઉદ અમીને જણાવ્યું કે અહીં જે વિસ્તારમાં હુમલો થયો છે, ત્યાં ઘણા વિદેશી કાર્યાલયો છે. વજીર અકબર ખાન હોસ્પિટલના નિર્દેશક મોહમંદ મૌસા જહીરે જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી. 



ઇસ્લામિક સ્ટેટ ગ્રુપના સ્થાનિક સહયોગી સંગઠન અને તાલિબાન દેશભરમાં સતત હુમલા કરી રહ્યા છે. તાલિબાન સામાન્ય રીતે જ્યાં સરકારી સંસ્થા અને સુરક્ષાબળોને નિશાન બનાવી રહ્યાં છે. તો બીજી તરફ આઇએસના આતંકવાદીઓ શિયા અલ્પસંખ્યકોને નિશાન બનાવી રહ્યા છે. બંને ગ્રુપ અફઘાનિસ્તાનમાં સ્કહત ઇસ્લામિક કાયદો સ્થાપિત કરવા માંગે છે.