લંડન: બ્રિટનમાં એક વ્યક્તિ (British Man) એ પોતાના મિત્રોને એટલી નિર્દયતા પૂર્વક ઘાટ ઉતાર્યો કે પોલીસ અધિકારીઓના પણ રૂવાડાં ઉભા થઇ ગયા. આરોપીએ આ ખૌફનાક ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી હતી. ત્યારબાદ તે આરામથી હોરર ફિલ્મ 'ધ કોન્ઝ્યૂરિંગ 3:  ધ ડેવિલ મેડૅ મી ડૂ ઇટ' જોવા થિયેટરમાં જતો રહ્યો. આરોપી શેફએ પોતાના મિત્ર પર 40 મિનિટમાં 100થી વધુ વધાર ચાકૂ વડે હુમલો કર્યો અને તેની આંખો પણ નિકાળી કાઢી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના પહેલાં પણ પીધો હતો દારૂ
'ધ સન' ના સમાચાર અનુસાર 20 વર્ષના લઇસ એશડાઉન (Lewis Ashdown) એ 18 વર્ષના માર્ક વિલિયન્સ (Marc Williams) ને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાને અંજામ આપતાં પહેલાં આરોપીએ મિત્ર સાથે દારૂ પીધો અને પછી ચાકૂથી તાબડતોડ વાર કરી દીધો. એશડાઉનએ માર્ક પર લગભગ 40 મિનિટ સુધી ચાકૂ વડે હુમલો કર્યો અને તેને 107 વાર ચાકૂ ઘોંપી દીધો. ત્યારબાદ આરોપીએ મૃતકની આંખ પણ નિકાળી કાઢી. 

વૈજ્ઞાનિકોએ બનાવ્યો દુનિયાનો પ્રથમ યૂનિસેક્સ કોન્ડોમ, મહિલા-પુરૂષ બંને કરી શકશે ઉપયોગ


Murder ના સાત વીડિયો પણ બનાવ્યા
આરોપી એશડાઉન પોતાના ફોનમાંથી ઘટનાના સાત વીડિયો પણ બનાવ્યા. એક વીડિયોમાં તે પોતાના મિત્રના માથા પરફૂટબોલની માફક લાત મારતાં પણ જોવા મળ્યો. પોલીસે એશડાઉનની ધરપકડ કરી લીધી અને તેને લુઇસ ક્રાઉન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે માર્ક વિલિયન્સ અને એશડાઉન 6 મહિના પહેલાં જ ઓનલાઇન મિત્ર બન્યા હતા. 


દારૂના નશામાં જ સ્વિકાર્યો ગુનો
29 મેના રોજ બંનેએ એકબીજાને મેસજ કર્યા અને મળવાનો પ્લાન કર્યો. વિલિયમ્સએ તૈયારી માટે બિયર, વ્હિસ્કી અને કોક ખરીદી. વિલિયન્સ નશામાં હોવાછતાં એશડાઉનના ચહેરા, આંખો, ગરદન, માથું, પીઠ, પ્રાઇવેટ પાર્ટ, છાતી અને પગમાં 107 વાર હુમલો કર્યો. પછી તેની લાશને નાળામાં ફેંકી દીધી. એશડાઉન આગામી દિવસે પોતાના મિત્ર લિયામ હૈનસનને મળ્યો અને દારૂના નશામાં હત્યાની વાત સ્વિકાર કરી લીધી. એશડાઉને તેને જણાવ્યું કે તેણે વિલિયમ્સને એટલા માટે માટે મારી નાખ્યો કે તેને પરેશાન કરી રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube