પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે ફરીએકવાર  અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ છે કિમ જોંગ ઉનનો એક લેટેસ્ટ વીડિયો. મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ અચાનક જ્યારે સનકી તાનાશાહ હાલમાં સાર્વજનિક દેખાયો તો પહેલા કરતા તે ખુબ અલગ દેખાતો હતો. કિમના સ્વાસ્થ્ય અંગે લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે કોઈ બીમારીના કારણે તેનામાં આ ફેરફાર થયો હોઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તસવીરોનું કર્યું વિશ્લેષણ
એનકે ન્યૂઝના રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયા અને તેના નેતાઓ પર બાજ નજર રાખી રહેલા લોકોનો દાવો છે કે તાનાશાહ કિમ જોંગ ઉને ખુબ વજન ઘટાડ્યું છે. કિમની નવેમ્બર-ડિસેમ્બર 2020ની તસવીરને એપ્રિલ 2021 અને જૂન 2021 સાથે સરખામણી કરતા સ્પષ્ટ નજરે ચડે છે કે તાનાશાહનું વજન ઘટ્યું છે. અત્રે જણાવવાનું કે લગભગ એક મહિનો ગાયબ રહ્યા બાદ કિમ ગત અઠવાડિયે જાહેરમાં જોવા મળ્યા. 


Watch એ જણાવી સચ્ચાઈ
કિમની તસવીરોનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યા બાદ એ વાત સામે આવી છે કે તાનાશાહ સ્વિસ કંપનીની જે ઘડિયાળ પહેરે છે તેના સ્ટ્રેપની લંબાઈ બકલ સુધી પહોંચી ગઈ છે. જેનો અર્થ એ થયો કે કિમનું કાંડુ પાતળું થયું છે. મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં રાજનીતિ વિજ્ઞાનના એસોસિએટ્સ પ્રોફેસર વિપિન નારંગ (Vipin Narang)એ કહ્યું કે જો કિમે સ્વસ્થ રેહવા માટે પોતાનું વજન ઓછું કર્યું હોય તો ઠીક છે પરંતુ જો વજન આપોઆપ ઘટી ગયું હોય તો તે કોઈ બીમારીનો સંકેત છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube