સિયોલ: ઉત્તર કોરિયાના નેતા  કિમ જોંગ ઉને ધમકી આપી છે કે જો અમેરિકા પ્રતિબંધ દ્વારા દબાણ કરવાનું ચાલુ રાખશે તો ઉત્તર  કોરિયા પોતાનું વલણ બદલવા પર વિચાર કરી શકે છે. કિમે મંગળવારે પોતાના નવા વર્ષના સંબોધનમાં આ વાત કરી. કિમે કહ્યું કે અમેરિકાએ જો દુનિયા સામે આપેલા વચનોને પૂરા ન કર્યાં અને અમારા દેશ વિરુદ્ધ પ્રતિબંધ અને દબાણ વધારતું રહ્યું... તો અમારી પાસે અમારી સંપ્રભુતા તથા હિતોની રક્ષા માટે કોઈ નવો રસ્તો શોધવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર કોરિયાઈ નેતાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સિંગાપુરમાં ગત જૂન મહિનામાં થયેલી શિખર વાર્તાનો હવાલો આપતા કહ્યું કે વાતચીત સફળ રહી અને રચનાત્મક વિચારોનું આદાનપ્રદાન થયું. તે દરમિયાન બંને નેતાઓએ કોરિયાઈ પ્રાયદ્વિપના પરમાણુ નિરસ્ત્રીકરણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. પરંતુ વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે તેના વાસ્તવિક અર્થને લઈને ચાલી રહેલી ચર્ચાને કારણે તે ખોરંભે છે. 


બાંગ્લાદેશમાં પ્રચંડ બહુમતથી હસીનાની જીત, ભારત છે અત્યંત ખુશખુશાલ, જાણો કેમ


ઉત્તર કોરિયા પર સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા અનેક પ્રતિબંધો લગાવાયા છે. જેમાં પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ હથિયારોના કાર્યક્રમો પર પ્રતિબંધ લાગ્યો છે. કિમે કહ્યું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ગમે ત્યારે વાતચીત કરવા તૈયાર છું અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સ્વીકાર્ય પરિણામો કાઢવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. 


તેમણે સાથે સાથે કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ હવે જોઈન્ટ સૈન્ય અભ્યાસ પણ બંધ કરવો જોઈએ. સિયોલ અને વોશિંગ્ટન વચ્ચે એક સુરક્ષા સંધિ છે અને અમેરિકાએ દક્ષિણ કોરિયાને પાડોશી દેશથી સુરક્ષા પ્રદાન કરવા માટે પોતાના 28,500 સૈનિકો ત્યાં કહેનાત કરી રાખ્યા છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...