પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ વિશે તો સો કોઈ જાણતા હશે જ, તેઓ તેમના વિચિત્ર ફરમાન વિશે દુનિયામાં જાણીતા છે. બીજી બાજુ ઉત્તર કોરિયા હાલ ભૂખમરાના કંગાળ પર પહોંચી ગયું છે અને તાનાશાહ કિમ જોંગ ઉનને દેશની જનતાને ઓછું ખાવા માટે એક ફરમાન જાહેર કર્યું હતું. પરંતુ સનકી તાનાશાહને હજુ પણ સંકટમાંથી બહાર નીકળવાની કોઈ આશા દેખાતી નથી. જેના કારણે કિમ જોંગ ઉનને હવે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. કિમ જોંગ ઉનને દેશની જનતા માટે એક મેનૂ જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોને ખોરાકની અછતને દૂર કરવા અને સ્વાદિષ્ટ ભોજન મેળવવા માટે 'કાળા હંસ'નું માંસ ખાવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા હંસનું માંસ ખાવાનું ફરમાન
તાનાશાહએ આ નવા ફરમાન પર ઉત્તર કોરિયાની સરકારી મીડિયાને જણાવ્યું છે કે દેશના સૌથી મોટા બતખ ફાર્મમાં મોટી સંખ્યામાં કાળા હંસનો ઉછેળ કરવામાં આવી રહ્યો છે અને પ્રજનન કરાવવામાં આવી રહ્યું છે. તેનો હેતુ એ છે કે કાળા હંસનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે થઈ શકે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાના લોકોએ ખૂબ જ સ્વાદિષ્ટ કાળા હંસનું માંસ ખાવું જોઈએ.


T20 વર્લ્ડકપની વચ્ચે ક્રિકેટની દુનિયામાંથી માઠા સમાચાર, આ દિગ્ગજ ક્રિકેટરને થયું કેન્સર


કાળા હંસનું આ ફાર્મને ટીવી પર લાઈવ બતાવવામાં આવ્યું હતું જેથી લોકોમાં તેનું માંસ ખાવામાં રસ વધે. આ સિવાય સત્તાધારી પક્ષના લોકો હવે હંસના માંસને ખૂબ જ સ્વાદિષ્ટ કહેવા લાગ્યા છે. આ સાથે તેઓ દાવો કરે છે કે આ માંસમાં ઔષધીય ગુણો પણ છે જે અનેક રોગો સામે રક્ષણ આપે છે. આ તમામ પ્રયાસો સાથે અધિકારીઓ ખાદ્યપદાર્થોની કટોકટી દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે.


ઉત્તર કોરિયાની સરહદ સીલ
ખાદ્ય કટોકટીનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયામાં સરમુખત્યાર કિમ જોંગ ઉન દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જ્યાં સુધી ઉત્તર કોરિયા 2025માં ચીન સાથેની તેની સરહદો ફરીથી ખોલે નહીં ત્યાં સુધી દેશના લોકોએ ઓછું ભોજન લેવું જોઈએ. હાલમાં દેશની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને અર્થવ્યવસ્થા પણ ખરાબ થઈ રહી છે. પરંતુ સરમુખત્યારના આદેશ બાદ અધિકારીઓનું કહેવું છે કે સ્વાદિષ્ટ કાળા હંસનું માંસ અદ્ભુત છે અને તે લોકો માટે ખાસ ખોરાક સાબિત થશે. ઉપરાંત આ સંકટને દૂર કરવામાં મદદ કરશે.


અખિલેશની માનસિકતા તાલિબાની, જિન્ના સાથે સરદાર પટેલની સરખામણી શરમજનક': યોગી


કોરોના મહામારી શરૂ થયા પછી જ ઉત્તર કોરિયાએ તેની સરહદો સંપૂર્ણપણે સીલ કરી દીધી હતી અને કોઈપણ દેશ સાથે સંપર્ક રાખ્યો ન હતો. આ નિર્ણયની અસર ત્યાંના વેપાર અને આયાત પર પડી કારણ કે આ દેશ તેની આવશ્યક ચીજવસ્તુઓ માટે ચીન પર નિર્ભર છે, પરંતુ ઉત્તર કોરિયાએ ચીન સાથેની સરહદ પણ સીલ કરી દીધી છે. આ બધાને કારણે દેશને ધંધાકીય નુકસાન થયું અને ત્યાંની આર્થિક સ્થિતિ સતત કથળતી રહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube