બ્રિટનના PM તરીકે ઋષિ સુનકનું પ્રથમ સંબોધન, આર્થિક સંકટ અંગે કહી આ વાત
Rishi Sunak: બ્રિટનના પીએમ નિયુક્ત કર્યા બાદ ઋષિ સુનકે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે `અમારો દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મુશ્કેલ નિર્ણયો લેવામાં આવશે.` હું ભૂલોને સુધારવા માટે ચૂંટાયો છું. હું વાયદો કરું છું કે હું સત્યનિષ્ઠા અને વિનમ્રતા સાથે તમારી સેવા કરીશ તથા બ્રિટનના લોકોની નિરંતર સેવા કરીશ.
Britain PM Rishi Sunak: 42 વર્ષના ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બની ગયા. ઋષિ સુનકે બકિંધમ પેલેસ પહોંચીને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી. તેમણે કિંગે તેમને બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. બકિંઘમ પેલેસથી ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા. અહીં તેમણે પ્રધાનમંત્રી તરીકે દેશના નામે સંબોધન કર્યું.
બ્રિટનના પીએમ નિયુક્ત કર્યા બાદ ઋષિ સુનકે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે 'અમારો દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મુશ્કેલ નિર્ણયો લેવામાં આવશે.' હું ભૂલોને સુધારવા માટે ચૂંટાયો છું. હું વાયદો કરું છું કે હું સત્યનિષ્ઠા અને વિનમ્રતા સાથે તમારી સેવા કરીશ તથા બ્રિટનના લોકોની નિરંતર સેવા કરીશ. આપણે સાથે મળીને અવિશ્વનીય વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે યોગ્ય ભવિષ્યનું નિર્માણ કરીશું.
સૂર્ય ગ્રહણ દરમિયાન આ 5 કામ કરવાથી થઇ જશે બલ્લે-બલ્લે, મળશે અનેકગણું ફળ
ઋષિ સુનકે કહ્યું કે સરકાર દરેક સ્તર પર ઇમાનદારી, વ્યવસાયિકતા અને જવાબદેહી વિશે હશે. વિશ્વાસ પેદા કરવામાં આવે છે કે અને હું તમારા બધાનો વિશ્વાસ કમાઇશ. બ્રિટન એક મહાન દેશ છે, પરંતુ તેમાં કોઇ શંકા નથી કે દેશ એક ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહ્યો છે. આગળ મુશ્કેલ નિર્ણયો લેવાશે. અત્યારે આપણો દેશ ગાઢ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube