બ્રિટનના રાજાને કેન્સર, આ 14 દેશોમાં આજે પણ `હેડ ઓફ સ્ટેટ` છે કિંગ ચાર્લ્સ 3, ખાસ જાણો
હાલમાં જ એક અન્ય બીમારીની સારવાર કરાવીને હોસ્પિટલથી પાછા ફરેલા બ્રિટનના રાજાને કેન્સર થયું હોવાના સમાચારથી દુનિયામાં અનેક લોકો આઘાતમાં સરી પડ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો પ્રિન્સ હેરી પણ આ સમાચાર જાણ્યા બાદ લંડન પાછા ફરી રહ્યા છે.
બ્રિટનના કિંગ ચાર્લ્સ III ને કેન્સર થયું છે. જેવા આ સમાચાર આવ્યા કે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ચાર્લ્સની ટ્રિટમેન્ટ પણ લંડનમાં શરૂ થઈ ચૂકી છે. પરંતુ હાલમાં જ એક અન્ય બીમારીની સારવાર કરાવીને હોસ્પિટલથી પાછા ફરેલા બ્રિટનના રાજાને કેન્સર થયું હોવાના સમાચારથી દુનિયામાં અનેક લોકો આઘાતમાં સરી પડ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો પ્રિન્સ હેરી પણ આ સમાચાર જાણ્યા બાદ લંડન પાછા ફરી રહ્યા છે.
એવું કહેવાય છે કે હેરી અને કિંગ ચાર્લ્સ વચ્ચે વાતચીત થઈ છે. મુશ્કેલીની આ ઘડીમાં બ્રિટનનો શાહી પરિવાર હાલ એકજૂથ જોવા મળી રહ્યો છે. જ્યારે દુનિયામાં એક દેશના રાજા હોવ તો પણ ઘણાનો કેટલો પારો હાઈ રહે છે પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આજે પણ કિંગ ચાર્લ્સ 3 બ્રિટન ઉપરાંત 14 દેશોના હેડ ઓફ સ્ટેટ એટલે કે આ દેશના સર્વોચ્ચ કે સર્વેસર્વા છે.
14 દેશના સર્વોચ્ચ
ગત વર્ષ મે મહિનામાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. છેલ્લા 70 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ફક્ત બ્રિટન જ નહીં 14 દેશોએ પોતાના રાજાનો રાજ્યાભિષેક જોયો. આ 14 દેશ કે જેમના હેડ ઓફ સ્ટેટ તરીકે આજે પણ કિંગ ચાર્લ્સ 3 કામ કરે છે, તેમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જમાઈકા, ટુવાલુ, બેલીઝ, બહામાસ, સેન્ટ લુસિયા, એન્ટીગુઆ, અને બાર્મુડા, સેન્ટ વિન્સેટ તથા ધ ગ્રેનાડિલ્સ, સોલોમન આઈલેન્ડ, પાપુઆ ન્યૂ ગિનિઆ, ગ્રેનેડા, સેન્ટ કિટ્સ, અને નેવિસ સામેલ છે.
14 દેશોના હેડ ઓફ સ્ટેટનો અર્થ એ છે કે આ દેશોમાં પ્રધાનમંત્રી કે નેતા ગમે તે હોય પરંતુ રાષ્ટ્રના પ્રમુખ કિંગ ચાર્લ્સ 3 જ છે. જો કે આ 14 દેશોમાંથી કેટલાક દેશો એવા પણ છે જેમાં વિરોધ પણ થઈ રહ્યો છે. કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સમયાંતરે કિંગ ચાર્લ્સ 3ને હેડ ઓફ સ્ટેટ માનવાનો વિરોધ પણ થતો રહ્યો છે પરંતુ હજુ પણ તેઓ રાષ્ટ્રના પ્રમુખ છે.
કોમનવેલ્થના 56 દેશ
આ 14 દેશો ઉપરાંત કુલ 42 એવા પણ દેશો છે જેના હેડ ઓફ સ્ટેટ કિંગ ચાર્લ્સ ન હીં પરંતુ આ બધા દેશો ક્યારેક તો બ્રિટનના તાબામાં રહી ચૂક્યા છે. ભારત પણ કોમનવેલ્થનો ભાગ છે પરંતુ તેના હેડ ઓફ સ્ટેટ બ્રિટનના રાજા નથી. ભારતે 26 જાન્યુઆરી1950ના રોજ પોતાને ગણતંત્ર જાહેર કરી દીધુ હતું. ત્યારબાદ ભારતના હેડ ઓફ સ્ટેટ રાષ્ટ્રપતિ બની ગયા. બ્રિટને જે પણ દેશો પર શાસન કર્યું એવા કુલ 56 દેશોનો સમૂહ કોમનવેલ્થ ગણાય છે. આઝાદીની રીતે આ ગ્રુપનો સૌથી મોટો દેશ ભારત છે. ત્યારબાદ પાકિસ્તાન, નાઈજીરિયા, બાંગ્લદેશ અને યુકેનો નંબર આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube