થાઈલેન્ડના 66 વર્ષના રાજા વાઝિરાલોંગકોર્ને મે મહિનામાં પોતાની બોર્ડીગાર્ડ સુથિદા તિદજઈ સાથે લગ્ન કર્યા હતાં. આ તેમના ચોથા લગ્ન હતાં. પોતાના 67માં જન્મદિવસે તેમણે રાણી સુથિદાની હાજરીમાં 34 વર્ષની મિસ્ટ્રેસ સિનીનાતને પણ શાહી સ્થાન આપ્યું અને શાહી પરિવારના સભ્ય તરીકે સ્વીકાર કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હોસ્પિટલની 36 નર્સ થઈ ગર્ભવતી, એક નર્સે કહ્યું-આ જગ્યાનું ન પીતા પાણી


પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે થાઈલેન્ડના લોકોએ રાજાની એકથી વધુ રાણીઓનો સ્વીકાર કર્યો છે. થાઈલેન્ડના રાજાને રામા X તરીકે પણ ઓળખવામાં આવે છે. સિનીનાતને શાહી પરિવારમાં મહત્વનું સ્થાન આપતા વખતે બાજુમાં તેમના પત્ની સુથિદા પણ બેઠા હતાં. જો કે તેમના ચહેરા પર જરાય પરેશાનીના ભાવ જોવા મળ્યા નહતાં. 


થાઈ પરંપરા મુજબ તેમણે સિનિનાતને પાણી ચઢાવીને તેમના શાહી પરિવારનો ભાગ તરીકે સ્વીકાર કર્યો. સમારોહ દરમિયાન સિનીનાતે રાજાની સામે જમીન પર સૂઈને આ દરજ્જો સ્વીકાર્યો. આવો જ એક સમારોહ ત્રણ મહિના પહેલા થયો હતો જેમાં સુથિદાને રાણી બનાવવામાં આવ્યાં હતાં. 


જુઓ LIVE TV


વિશ્વના મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...