નવી દિલ્હીઃ આપણા ઈતિહસામાં રાજાઓનું ખુબ મહત્વ રહેલું છે. કેટલાક રાજા પોતાના ઐતિહાસિક નિર્ણય, તો કેટલાક રાજા પોતાની બહાદૂરી અને કેટલાક રાજા યુદ્ધના લીધે જાણી છે. પરંતુ કેટલાક રાજા એવા છે જે પોતાના વર્તના લીધે બીજાનાથી અલગ તરી આવે છે. રાજા રજવાડમાં પોતાનું સામ્રાજ્ય વધારવાનો અનોખો ક્રેજ હતો. યુદ્ધ કરી પ્રદેશના પ્રદેશ જીતી પોતાના સામ્રાજ્ય વધારવાનો દરેક રાજા પ્રયાસ કરતા હતા. પરંતુ યુદ્ધ કરવું હોય કે બીજા પ્રદેશ પોતાના સામ્રાજ્યમાં ભેળવવા હોય તો તેના માટે સૌથી મહત્વના હતા રાજાના સૈનિકો. સૈનિકો જેટલા વધારે તેટલી રાજાની તાકાત પણ વધારે ગણાતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇતિહાસમાં આવા ઘણા રાજાઓ હતા, જે ખાસ કારણોસર આખા વિશ્વમાં પ્રખ્યાત થયા હતા. કેટલાક રાજાઓ તેમની ઉદારતા માટે તો કેટલાક ક્રૂરતા માટે. પરંતુ દુનિયામાં એક રાજા એવા પણ હતા, જે તેના વિચિત્ર કારણથી જાણીતા છે. તેને એટલો ક્રેઝ હતો કે તે તેમના સૈનિકોની લંબાઈ પ્રમાણે તેને પગાર આપતો હતો.


250 વર્ષ જૂનો છે ઈતિહાસ-
લગભગ 250 વર્ષ પહેલાં જ્યારે પ્રશા એક રાજ્ય હતું. જે વર્ષ 1932માં જર્મની સાથે જોડાય હતું. પ્રશા પર ફ્રેડરિક વિલિયમ પહેલો નામનો રાજા 1713થી 1740 સુધી શાસન કર્યું હતું. ફ્રેડરિક ખુબ શાંત અને દયાળુ રાજા હતો. પણ તેને પોતાનું સૈન્ય વધારવાનો ખુબ જ શોખ હતો. તે રાજા બન્યો તે પહેલા પ્રશાની સેનામાં લગભગ 38 હજાર સૈનિકો હતા. જેને વધારી ફ્રેડરિકે લગભગ 83 હજાર કરી દીધી હતી.


લાંબા સૈનિકો રાજના હતા પસંદ-
ફેડરિકને લાંબા સૈનિકોથી વધારે પ્રેમ હતો. એટલે જે તેણે પોતાના સૈન્યમાં લાંબા સૈનિકોની એક અલગ ટીમ રાખી હતી. જેને ‘પોટ્સડેમ જાયન્ટ્સ’ કહેવામાં આવતી હતી. આ ટીમના બધા જ સૈનિકો 6 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા હતા. રાજા ફેડરિકની સેનામા સૌથી લાંબા સૈનિકનું નામ હતું ‘જેમ્સ કિર્કલેન્ડ’. જેમ્સ કિર્કલેન્ડની લંબાઈ સાત ફુટ એક ઇંચ હતી.


લાંબા સૈનિકોને કરતો હતો પોતાની ટીમમાં સમાવેશ-
ફેડરિક લાંબા સૈનિકોને જ પોતાની ટીમમાં રાખતો હતો પરંતુ  તે યુધ્ધ કરવા ઈચ્છતો ન હતો. ઇતિહાસકારોના મતે બીજા રાજાઓને ડરાવવા માટે જ સૈન્ય વધારતો હતો.  તેથી બીજા રાજાઓ સાથે પણ તેના સારા સંબંધો હતા. જેથી બીજા રાજાએ પણ તેમના લાંબા સૈનિકોને ફ્રેડરિકની સેનામાં જોડાવા માટે મોકલ્યા હતા. સાથે આસપાસના લોકો તેમના લાંબા મજૂરો તેની પાસે મોકલતા હતા.


ક્યારે સૈનિકોને લડાવતો, તો ક્યારે કરાવતો હતો નૃત્ય-
રાજા ફેડરિકનો શોખ ક્રેઝમાં ફેરવાયો હતો. એવું માનવામાં આવે છે કે ફેડરિક પોતાના લાંબા સૈનિકોને વિચિત્ર કામ સોંપી રોજગારી આપતો હતો. જ્યારે તે હતાશ થાય ત્યારે  200-300 સૈનિકોને અંદર બોલાવે અને તેને નૃત્ય કરવાનું કહેતો. એવી જ રીતે બીમાર પડે તો લાંબા સૈનિકોને શસ્ત્ર સાથે તેના રૂમમાં લડવાનું કહેતો હતો. લંબાઈ વધારવા માટે ખાસ બેરેક પણ તૈયાર કર્યું હતું.


1806માં બધા એક સમાન થયા-
1740માં 51 વર્ષની ઉમરે રાજા ફેડરિકનું અવસાન થયું. ત્યારે માનવામાં આવે છે રાજા અવસાન વપખે તેની ‘પોટ્સડેમ જાયન્ટ્સ’ રેજિમેન્ટમાં લાંબા સૈનિકોની સંખ્યા વધીને 3000 જેટલી થઈ ગઈ હતી. પરંતુ 1806માં રાજા ફેડરિકનો પુત્ર ફ્રેડરિક ગ્રેટે રેજિમેન્ટને તોડી નાખી અને બધા સૈનિકોને  એક સમાજ દરજ્જો આપ્યો હતો.