કોઈ પણ વ્યક્તિના વધુમાં વધુમાં કેટલા બાળકો હોય? તમને એમ થશે કે અત્યારના જમાનામાં એક હોય, બે હોય કે વધુમાં વધુ ત્રણ હોય તેના કરતા ભાગ્યે જોવા મળે. પરંતુ અમે તમને જે જણાવીશું તે જાણીને તમે ચોંકી શકો છો. તમને વિશ્વાસ નહી થાય. જે વ્યક્તિ વિશે વાત કરીશું તે પણ કોઈ સાધારણ નહીં પરંતુ ટેલીગ્રામના કો ફાઉન્ડર અને સીઈઓ પાવેલ ડુરોવ છે. પાવેલ ડુરોવે આ ખુલાસો પોતે જ કર્યો છે. ત્યારબાદથી આખી દુનિયા ચોંકી ગઈ છે. જાણો પાવેલ ડુરોવ કેવી રીતે બન્યો 100થી વધુ બાળકોનો પિતા? કોણ છે આ પાવેલ ડુરોવ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલીગ્રામ પોસ્ટ દ્વારા જ તેમણે ખુલાસો કર્યો કે તેઓ એક કે બે નહીં પરંતુ 100 બાળકોના પિતા છે. ડુરોવના ટેલીગ્રામ ચેનલ પર 5.82 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર છે. 


કેવી રીતે આટલા બધા બાળકોના પિતા?
ટેલીગ્રામ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે મને હજુ હમણા ખબર પડી છે કે મારા 100થી વધુ બાયોલોજિકલ બાળકો છે. આ કોઈ એવા વ્યક્તિ માટે કેવી રીતે શક્ય છે જે ક્યારેય લગ્ન કરતો નથી અને એકલું રહેવાનું પસંદ કરે છે. આટલા બાળકોના પિતા બનવા પાછળ કહાની શું છે? તેમણે પોસ્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. Pavel Durovના જણાવ્યાં મુજબ સ્પર્મ ડોનર બનવાની કહાનીની શરૂઆત આજથી 15 વર્ષ પહેલા થઈ હતી. 


મિત્રના બાળકના પણ પિતા
15 વર્ષ પહેલા તેમના એક નીકટના મિત્રને બાળક પેદા થવામાં મુશ્કેલી થઈ રહી હતી અને મિત્રએ તેમને સ્પર્મ ડોનેટ કરવા માટે અપીલ કરી. સ્પર્મ ડોનેટ કરવા માટે ક્લિનિક જવા દરમિયાન તેમણે જણાવ્યું કે તેમના સ્પર્મ સારી ક્વોલિટીના છે, તેનાથી તેમના મિત્રની મદદ થઈ શકે છે. સીઈઓએ જણાવ્યું કે પહેલા તેને એક મજાક તરીકે વિચાર્યું હતું અને તેના પર હસ્યા હતા, પછી તેમને અહેસાસ થયો  કે તેઓ સંપૂર્ણ રીતે ગંભીર હતા. ડુરોવે કહ્યું કે તેમને જણાવવામાં આવ્યું કે ઉચ્ચ ગુણવત્તાવાળા ડોનરની ખુબ અછત છે. આથી તેમનું નાગરિક કર્તવ્ય હતું કે તેઓ વધુ સ્પર્મ ડોનેટ કરે જેથી કરીને ગુમનામ રીતે વધુમાં વધુ કપલની મદદ કરે. 


હવે બંધ કર્યું છે ડોનેટ કરવાનું
ડુરોવે કહ્યું કે આ વિચાર એટલો અજીબ લાગ્યો કે હું સ્પર્મ ડોનેશન માટે રાજી થઈ ગયો. ટેક કંપનીના સીઈઓએ એમ પણ કહ્યું કે તેમણે ત્યારબાદ સ્પર્મ ડોનેટ કરવાનું બંધ  કરી દીધુ પરંતુ હાલમાં આમ છતાં તેમના 100થી વધુ બાયોલિજિકલ બાળકો છે. જો કે સીઈઓએ શેર કર્યું કે હવે તેમણે સ્પર્મ ડોનેટ કરવાનું બંધ કરી દીધુ છે. તેમણે ખુલાસો કર્યો કે આઈવીએફ ક્લિનિકમાં હજુ પણ તેમના ફ્રીઝ કરેલા શુક્રાણુ છે જેનો ઉપયોગ બાળકો પેદા કરવા માટે ઈચ્છુક પરિવાર ગુમનામ રીતે કરી શકે છે. ડુરોવની પોસ્ટને 18 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 


કોણ છે પાવેલ ડુરોવ
પાવેલ વેલિરિવિચ ડુરોવ એક રશિયન મૂળના બિઝનેસમેન છે. જે સોશિયલ નેટવર્કિંગ સાઈટ વીકે અને એપ ટેલીગ્રામ મેસેન્જરના સંસ્થાપક તરીકે જાણીતા છે. તેઓ નિકોલાઈ ડુરોવના નાના ભાઈ છે. 29 સપ્ટેમ્બર 2022 સુધીમાં તેમની કુલ સંપત્તિ 15.1 બિલિયન અમેરિકી ડોલર આંકવામાં આવી છે. ફોર્બ્સ મુજબ 2022માં તેમને સંયુક્ત આરબ અમીરાતમાં સૌથી અમીર પ્રવાસી તરીકે માન્યતા અપાઈ હતી. પાવેલ ડુરોવનો જન્મ લેનિનગ્રાદમાં થયો હતો. પરંતુ તેમણે પોતાનો મોટાભાગનું બાળપણ ઈટાલીના ટ્યુરિનમાં વિતાવ્યું જ્યાં તેમના પિતા કામ કરતા હતા.