નવી દિલ્હી: પોતાના ભૂતકાળથી હાલના ઈતિહાસ સુધી જોઈએ તો યહુદીઓએ હંમેશા પોતાના અસ્તિત્વ માટે લડત લડવી પડી છે. અસ્તિત્વની આ લડતને જોતા તેઓ યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિઓનો સામનો કરવાના આદિ થઈ ગયા છે અને તેની તેમની રોજબરોજની જિંદગી પર કોઈ અસર પડતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયેલે પણ પોતાના નાગરિકોની સુરક્ષા અને રહેણાંક વિસ્તારોની સુરક્ષા માટે એવો ચાકબંધ ઈન્તેજામ કર્યો છે કે હમાસ કે પેલેસ્ટાઈને છોડેલું કોઈ પણ રોકેટ કે મિસાઈલ તેના માટે મોટી પરેશાની ઊભી કરી શકે તેમ નથી. 


ઈઝરાયેલનું સૌથી મોટું રક્ષા કવચ આયરન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે જે રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટે હવામાં જ મિસાઈલો કે રોકેટને ઉડાવી મારે છે. 


ઇઝરાઇલે 12 ટ્વિટ્સમાં 1000 રોકેટ બતાવ્યા, કહ્યું- અમારી પર થયા આટલા હુમલા


બંકરમાં દરેક પ્રકારની વ્યવસ્થા હોય છે
બંકરમાં પણ ઘરની જેમ જ ટીવી, ફ્રિઝ, સોફા, બેડ વગેરેની વ્યવસ્થા હોય છે. ખબર નહીં કેટલા દિવસ સુધી અંદર રહેવું પડે. કોંક્રીટથી બનેલા આ બંકરમાં એક લોગેન ગેટ લાગેલો હોય છે. આ સાથે જ અંદર એક ઈમરજન્સી એક્ઝિટ પણ હોય છે. 


વેન્ટિલેશનમાં બુલેટપ્રૂફ કાચ લાગેલો હોય છે. જેના દ્વારા બંકરમાં રહેતા લોકો બહાર જોઈ શકે છે. આ ઉપરાંત બંકરની અંદર કેમિકલ વોરફેર સંબંધિત ચીજો પણ હોય છે. જેમાં બાળકો અને મોટાઓ માટે ગેસ માસ્ક રાખેલા હોય છે. બંકરમાં જે સામાન રાખવાના નિર્દેશ આપેલા હોય તે પ્રમાણે લોકોએ સામાન રાખવાનો હોય છે. 


રસ્તાઓ પર બનેલા હોય છે બંકરો માટે સંકેત
રસ્તાઓ અને ઈમારતોમાં બંકરોની સ્થિતિ અંગે સંકેત હોય છે. હવે તો એપ દ્વારા પણ પબ્લિક બંકરની જાણકારી મેળવી શકાય છે. સાયરન સાંભળતા જ બાળકોથી લઈને મોટા, વૃદ્ધો દરેક જ બંકર બાજુ ભાગવાની શરૂઆત કરી દે છે. ઈમરજન્સી સ્થિતિમાં કોઈના પણ ઘરના બંકરમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. સાયરન બંધ થયા બાદ પંદર મિનિટ સુધી ત્યાં રહેવાનું હોય છે. આ પ્રકારના  કડક અનુશાસનના દમ પર ઈઝરાયેલ પોતાના નાગરિકોને સુરક્ષા આપી શકે છે. 


અપાર્ટમેન્ટની અંદર બનવા લાગ્યા છે સુરક્ષા રૂમ
મોર્ડન બહુમાળી ઈમારતોમાં પણ લોકો માટે કોંક્રિટ બંકરો બની રહ્યા છે. જેને હિબ્રુમાં મમાદ કહે છે. તેમાં તે રૂમની દીવાલોને 20 થી 30 સેમી મોટી કોંક્રિટથી બનાવવામાં આવે છે. આ રૂમના દરવાજા લોગેથી બનેલા હોય છે તથા બારીઓને પણ કવર કરવા માટે આયર્નની અલગથી પ્લેટ હોય છે. 


દાવો! વૈજ્ઞાનિકોએ શોધી જબરદસ્ત 'મિસાઈલ' ટેક્નિક, કોરોના વાયરસનો 99.9% કરી શકે છે ખાતમો


પહેલા જમીનથી ચાર મીટર અંદર હતા બંકર
30થી 40 વર્ષ પહેલા ઘરોમાં ચાર મીટર જમીનની અંતર બંકર બનાવવામાં આવતા હતા. જેની દીવાલો કોંક્રિટની અને દરવાજા લોઢાના રહેતા હતા. તેની અંદર લાઈટ અને વેન્ટિલેશનની પણ વ્યવસ્થા રહેતી હતી. આ ઉપરાંત દીવાલો એવા રંગથી રંગાતી હતી જે અંધારામાં ઓળખ માટે ચમકતી રહેતી. આવામાં અંધારામાં પણ રૂમમાં લોકોને પરેશાની થતી નહતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube