અમદાવાદ: તમે ઉત્તર ધ્રુવ વિશે સાંભળ્યું જ હશે, જે પૃથ્વીનો સૌથી દૂરનો ઉત્તરીય બિંદુ છે. આ તે બિંદુ છે જ્યાં પૃથ્વીની ધરી ફરતી હોય છે. આ બિંદુને નોર્વેનો અંત પણ માનવામાં આવે છે. અહીંથી જતા માર્ગને વિશ્વનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે. આ રસ્તાનું નામ E-69 છે, જે પૃથ્વીની કિનારીને નોર્વે સાથે જોડે છે. દુનિયાનો આ એકમાત્ર રસ્તો એવો છે, જ્યાંથી આગળ કોઈ રસ્તો નથી દેખાતો. દેખાય છે તો, ફક્ત બરફ અને સમુદ્ર જ સમુદ્ર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

E-69 એક હાઇવે છે, જે લગભગ 14 કિલોમીટર લાંબો છે. આ હાઈવે પર ઘણી જગ્યાઓ એવી પણ છે, જ્યાં એકલા ચાલવા કે વાહન ચલાવવા પર પ્રતિબંધિત છે. જ્યારે ઘણા લોકો સાથે હોય ત્યારે જ તમે અહીંથી પસાર થઈ શકો છો. આની પાછળનું કારણ એ છે કે, E-69 હાઈવે પર બરફની મોટી ચાદર છવાયેલી હોય છે. જેના કારણે બરફની અંદર ખોવાઈ જવાનું જોખમ રહેલું છે.


આ હાઈવે ઉત્તર ધ્રુવની ખૂબ જ નજીક છે. જેના કારણે શિયાળાની ઋતુમાં રાત્રી પૂરી જ નથી થતી. ઘણીવાર સૂર્ય અહીં છ મહિના સુધી ઉગતો નથી. આવી જ ઘટના ઉનાળા દરમિયાન બને છે. ઉનાળાના દિવસોમાં અહીં સૂર્ય અથમતો જ નથી. શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ 43 ડિગ્રી સેલ્સિયસથી માઈનસ 26 ડિગ્રી સુધીનું હોય છે, જ્યારે ઉનાળામાં સરેરાશ તાપમાન બિંદુ શૂન્ય ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે.


તમને જાણીને આશ્ચર્ય થશે કે, આટલી ઠંડી હોવા છતાં પણ આવી દુર્ગમ જગ્યા પર લોકોનો વસવાટ હોય છે. અગાઉ અહીં માત્ર માછલીઓનો જ વેપાર થતો હતો. પૃથ્વીની કિનારીને નોર્વે સાથે જોડતા આ દુર્ગમ સ્થળનો વિકાસ 1930થી શરૂ થયો. જેના લગભગ ચાર વર્ષ પછી, એટલે કે 1934માં, અહીંના લોકોએ સાથે મળીને નિર્ણય કર્યો. કે, અહીં  પ્રવાસીઓેને આવકારવા જોઈએ. જેથી તેમને આવકનો અલગ સ્ત્રોત મળી શકે.


વર્ષોની મહેનત અને નિરંતર પ્રયાસનાં કારણે લોકો આ દુર્ગમ વિસ્તારને ઓળખવા લાગ્યા છે. દુનિયાભરના લોકો ઉત્તર ધ્રુવની મુલાકાત લેવા આવે છે. અહીં તેઓ એક અલગ જ દુનિયામાં હોવાનું અનુભવે છે. આ ઉત્તર ધ્રુવ પર ડૂબતો સૂરજ અને પોલર લાઈટ્સ જોવાની મજા જ કંઈક અલગ છે. ગાઢ આસમાની આકાશમાં ક્યારેક ગુલાબી, તો ક્યારેક લીલા કલરનો પ્રકાશ જોવા મળે છે. ઉત્તર ધ્રુવ પર જોવા મળતી પોલર લાઈટ્સને 'ઓરોરાસ' તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની લાઈટ્સ રાત્રીના સમયે આછા આકાશમાં જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube