નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાને લઈને આંતરરાષ્ટ્રીય કૂટનૈતિક સ્તરે ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ આ હુમલાની નિંદા કરી છે. આ પરિષદમાં ચીન પણ સામેલ છે. ચીનનું સામેલ હોવું એ ભારત માટે સારા સમાચાર છે. પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. જેનો પ્રમુખ મસૂદ અઝહર છે. ચીન લાંબા સમયથી અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાની ભારતની માગણીનો વિરોધ કરી રહ્યું છે. આ વખતે ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ હુમલાની નિંદાનો વિરોધ ન કરતા નિવેદન પર સહમતિ વ્યક્ત કરી, તે પણ ત્યારે જ્યારે તેમાં અઝહર મસૂદનું  સંગઠન જૈશ એ મોહમ્મદનું નામ સામેલ હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં 1267ના પ્રસ્તાવની ખુબ ચર્ચા થઈ રહી છે. જેને લઈને હાલ પાકિસ્તાન ચીન ઉપરાંત સાઉદી અરબ ત્રણેય અસહજ સ્થિતિમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAKને તમાચો, ચીન જેનો સભ્ય છે તે UNSCએ પુલવામા એટેક પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન 


ચીનની સહમતિનો શું અર્થ?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો છે. જે કોઈ પણ સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવને વીટો દ્વારા ફગાવી શકે છે. જેમાં ચીન ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા સામેલ છે. પુલવામા આતંકી હુમલાના નિંદા પ્રસ્તાવનો ચીન વીટો કરી શકે તેમ હતું પરંતુ જો તે આમ કરત તો એવો સંદેશો જાત કે તે આતંકવાદની વિરુદ્ધમાં નથી. આથી તેણે આ પ્રસ્તાવને સહમતિ આપવી પડી. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે પાકિસ્તાન આ મામલે અલગ થલગ પડી  ગયું છે. પાકિસ્તાનને ખબર હતી ચીન આ પ્રસ્તાવનો વિરોધ નહીં કરી શકે, તેણે સુરક્ષા પરિષદની બેઠક પહેલા જ 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ટ હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવા અને  ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન પર ફરી એકવાર પ્રતિબંધ લગાવી દીધો. જો કે તેણે મસૂદ અઝહર પર કોઈ  કાર્યવાહી કરી નહીં. જ્યારે ચીન અત્યાર સુધી સુરક્ષા પરિષદના દરેક પ્રસ્તાવનો વિરોધ કરતું રહ્યું છે જેમાં સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સૂચિમાં અઝહર મસૂદને વૈશ્વિક આતંકી તરીકે સામેલ કરવાની વાત દર્શાવેલી છે. હવે ચીન માટે તેનો વિરોધ કરવો સરળ નહીં રહે. 


ભારત બાદ હવે આ શક્તિશાળી દેશે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું-'ગંભીર પરિણામ ભોગવવા પડશે'


શું છે 1267 સંકલ્પ
સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો 1267 સંકલ્પ 15 ઓક્ટોબર 1999ના રોજ પરિષદે સર્વસહમતિથી અપનાવ્યો હતો. તે સમયે તાલિબાન, અલકાયદા અને દુનિયાભરમાં ફેલાયેલા અન્ય આતંકવાદીઓને પ્રતિબંધિત કરવા માટે તેમને સૂચિબદ્ધ કરાયા હતાં. આ પ્રસ્તાવ હેઠળ સુરક્ષા પરિષદ કોઈ આતંકવાદી કે આતંકી સંગઠનને આંતરરાષ્ટ્રીય આતંકી કે આતંકવાદી સંગઠન જાહેર કરી શકે છે અને તેના પર વ્યાપક પ્રતિબંધ લગાવી શકે છે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના તમામ દેશો તેની સાથે આતંકવાદી ( કે આતંકી સંગઠન) જેવો વ્યવહાર અપનાવે છે. પછી ભલે તે દુનિયામાં ગમે તે ઠેકાણે હોય. આ પ્રસ્તાવ હેઠળ સંયુક્ત રાષ્ટ્રનો કોઈ પણ સભ્ય દેશ કોઈ આતંકવાદીને વૈશ્વિક આતંકવાદીની સૂચિમાં સામેલ કરવા માટે અરજી કરી શકે છે. જેને સુરક્ષા પરિષદની સ્થાયી સમિતિની મંજૂરી મળે તે જરૂરી છે. જો કોઈ એક પણ સ્થાયી સભ્ય દેશ આ પ્રસ્તાવનો વીટો કરે તો તે પ્રસ્તાવ પાસ થશે નહીં. ચીન ભારતના આ પ્રસ્તાવને 2016માં વીટો કરી ચૂક્યો છે. 


પાકિસ્તાન અને ચીન આ પ્રસ્તાવના પક્ષમાં નથી
ભારતે 1267 હેઠળ અનેક આતંકીઓને વૈશ્વિક આતંકીઓ જાહેર કરી  ચૂક્યું છે. જેનો પાકિસ્તાને વિરોધ પણ કર્યો છે. જ્યારે ચીનની નીતિ ભારત વિરોધી હોવાની સાથે પાકિસ્તાની સમર્થકની રહી છે. ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા દરેક વિવાદમાં પાકિસ્તાનનો સાથ આપે છે. આવામાં અનેકવાર ચીન 1267 પ્રસ્તાવોમાં પાકિસ્તાનનો સાથ આપે છે. ચીન અને પાકિસ્તાન 1267ને લઈને સહજ ન રહી શકવું એ તેમની નીતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ચીન માટે 1267નો વિરોધ અત્યાર સુધી ભારતને આંતરરરાષ્ટ્રીય સ્તર પર  રોકવા માટેનો રસ્તો છે. તે ભારતની સ્થાયી સદસ્યતાનો ખુલીને વિરોધ કરતું રહ્યું છે. આ ઉપરાંત તે ભારતના એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા સમૂહ)માં સામેલ થવા ઉપર પણ ખુલીને આપત્તિ વ્યક્ત કરતું રહ્યું છે. જ્યારે આ મામલે ભારતને દુનિયાના મોટાભાગના દેશોનું સમર્થન હાસલ છે. 


પાકિસ્તાને આપ્યો જવાબ, 'જો ભારતે પાક તરફ આવતું નદીઓનું પાણી અટકાવ્યું તો...'


સાઉદી અરબની શું છે ભૂમિકા
હાલમાં જ પુલવામા આતંકી હુમલા બાદ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો અને ત્યાં 20 બિલિયન ડોલર રોકાણની જાહેરાત પણ કરી. આ ઉપરાંત બંને દેશોએ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈને પણ આતંકવાદી જાહેર કરવાની પ્રક્રિયામાં રાજનીતિકરણથી બચવાની જરૂર છે. કહેવાય છે કે સાઉદી અરબે આ નિવેદન પાકિસ્તાનને ખુશ કરવા માટે આપ્યું છે. પુલવામા આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી અને ત્યારબાદથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ થલગ પડી  ગયું છે. 


સાઉદી અરબે આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં ખુબ જ સાવધાની રાખી છે. તેણે આ નિવેદનમાં ધ્યાન રાખ્યું છે કે ક્યાંય પણ એવું ન લાગે કે તે કોઈ આતંકવાદી ઘટનાની વિરુદ્ધમાં નથી. સાઉદી અરબે ભારત સાથેની વાતચીતમાં પણ તે સ્પષ્ટતા સાથે રેખાંકિત કર્યું છે. હકીકતમાં સાઉદી અરબને યમન વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનનું સમર્થન જોઈએ છે. જો કે તેને અમેરિકાનું સમર્થન તો મળેલું જ છે પરંતુ તે અન્ય દેશોનું પણ સમર્થન ઈચ્છે છે જેમાં પાકિસ્તાનનું સમર્થન મળી શકે છે. જો કે પાકિસ્તાને હજુ પણ ખુલીને સમર્થન આપ્યું નથી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...