Afghanistan: અફઘાનિસ્તાનની આ સ્થિતિ વચ્ચે Saigon ચર્ચામાં, જાણો અમેરિકાની હારની આ કહાની
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવી ગયું છે. પરંતુ જે પ્રકારે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની સેનાના જુસ્સાને પરાસ્ત કરીને ખુબ જ ઓછા સમયમાં સત્તા પર કબ્જો જમાવ્યો તેનાથી અમેરિકા ઉપર પણ ચારેબાજુથી થૂં થૂં થઈ રહ્યું છે.
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવી ગયું છે. પરંતુ જે પ્રકારે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની સેનાના જુસ્સાને પરાસ્ત કરીને ખુબ જ ઓછા સમયમાં સત્તા પર કબ્જો જમાવ્યો તેનાથી અમેરિકા ઉપર પણ ચારેબાજુથી થૂં થૂં થઈ રહ્યું છે. દુનિયાભરના મીડિયા હાઉસ એટલે સુધી કે અમેરિકાના પણ અનેક રાજકીય પક્ષો તેને બાઈડેનની નિષ્ફળતા ગણાવી રહ્યા છે. અમેરિકાના જુના કિસ્સાઓને ફંફોળવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક નામ ફરીથી ચર્ચામાં છે. આ નામ છે સાઈગોન. આવો જાણીએ આખરે શું છે આ સાઈગોન જેને અફઘાનિસ્તાનની આ અફરાતફરી સાથે જોડવામાં આવી રહ્યું છે.
અમેરિકાએ ભાગવું પડ્યું હતું
વાત જાણે એમ છે કે વિયેતનામમાં અમેરિકા પોતાનું પ્રભુત્વ જમાવવા અને કમ્યુનિઝમને ખતમ કરવાના નામ પર આવ્યું હતું. પરંતુ કહાની કઈ અલગ જ જોવા મળી. હાલાત એવા થઈ ગયા હતા કે અમેરિકાએ પોતાના રાજનયિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સાઈગોનમાં પોતાના દૂતાવાસ ઉપર હેલિકોપ્ટર ઉતારવા પડ્યા હતા. બરાબર એવા જ હાલ અત્યારે અફઘાનિસ્તાનમાં પણ છે. જ્યાં અમેરિકીઓને બહાર કાઢવા માટે બાઈડેન સરકારે પોતાની તાકાત ઝોંકી દીધી છે.
અનેક મીડિયા સંસ્થાનોએ લખ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી અને આધુનિક હથિયારોથી લેસ અમેરિકી સેના ન તો વિયેતનામમાં કમ્યુનિસ્ટોને ખતમ કરી શકી કે ન તો અફઘાનિસ્તાનમાં તાલિબાનને.
મુઠ્ઠીભર તાલિબાનીઓ સામે કેવી રીતે હારી ગયું અફઘાનિસ્તાન, અમેરિકાના 'દગા' સહિત આ છે કારણો!
બાઈડેનના વિરોધીઓએ વિયેતનામ યુદ્ધ સાથે કરી સરખામણી
રાષ્ટ્રપતિ જો બાઈડેનના કટ્ટર આલોચક અને રિપબ્લિકન સેનેટર મિચ મેકકોનેલ સહિત અનેક અમેરિકી સાંસદોએ અફઘાનિસ્તાનમાં સૈનિકોની વાપસીની સરખામણી વિયેતનામ યુદ્ધના અંતમાં 1975માં સાઈગોનથી થયેલી અપમાનજનક વાપસી સાથે કરી છે. મેકકોનેલે કહ્યું કે અમારા દૂતાવાસથી કર્મચારીઓના કાપ અને સૈનિકોની ઉતાવળમાં તૈનાતી કાબુલના પતનની તૈયારી જેવું લાગે છે.
બાઈડેને સાઈગોનથી સરખામણી નકારી હતી
આ એક એવી સરખામણી છે કે જે પહેલા પણ કરાઈ હતી. ગત મહિને જ્યારે રાષ્ટ્રપતિ બાઈડેનને જ્યારે પૂછ્યું કે શું સાઈગોન જેવી સ્થિતિ અફઘાનિસ્તાનમાં જોવા મળશે? જેના પર બાઈડેને કહ્યું હતું કે કઈ પણ નહીં. શૂન્ય. તેમણે કહ્યું હતું કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી નહીં થાય જેમાં તમે લોકોને દૂતાવાસની છતથી લિફ્ટ ઓફ કરાવતા જોશો.
Afghanistan ની ભયાનક સ્થિતિ દર્શાવતા આ Photos....અઠવાડિયામાં ક્યાંથી ક્યાં પહોંચી ગયું અફઘાનિસ્તાન
શું હતું વિયેતનામ યુદ્ધ
વિયેતનામ યુદ્ધ 1955થી 1975 સુધી લડાયું હતું. આ દરમિયાન અમેરિકાએ પોતાના સહયોગી દક્ષિણી વિયેતનામને ઉત્તરી વિયેતનામની કમ્યુનિસ્ટ સરકારથી બચાવવા માટે સેના મોકલી હતી. જેના કારણે તે રશિયાના શાર્ગિદ યુદ્ધ ઉત્તરી વિયેતનામની કમ્યુનિસ્ટ સરકાર અને અમેરિકી સેના વચ્ચે લડાયું હતું. યુદ્ધ દરમિયાન અમેરિકાએ બે રાષ્ટ્રપતિ જોયા. રાષ્ટ્રપતિ લિંડન બી જ્હોનસનના નેતૃત્વમાં અમેરિકાએ 1965માં વિયેતનામ યુદ્ધમાં પ્રવેશ કર્યો.
આગામી ત્રણ વર્ષની અંદર અમેરિકાએ વિયેતનામમાં પોતાના 3 લાખ સૈનિકોને તૈયાત કરી દીધા. રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને 1969માં પદ માટે ચૂંટાયા બાદ યુદ્ધની જવાબદારી સંભાળી. આ દરમિયાન અમેરિકામાં સૈનિકોની વાપસી એક મોટો મુદ્દો બની ગયો હતો. જાન્યુઆરી 1974માં અમેરિકાએ ઉત્તરી વિયેતનામ સરકાર સાથે શાંતિ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા અને અમેરિકી સૈનિકોની વાપસી શરૂ કરી દીધી. જેને પેરિસ શાંતિ સમજૂતિ તરીકે ઓળખવામાં આવે છે.
Kabul એરપોર્ટના આ Video જોઈ દુનિયા હચમચી, પ્લેન માટે મારામારી, એકબીજા પર આ રીતે ચડી ગયા લોકો
અમેરિકી સેનાની વાપસી બાદ ઉત્તરી વિયેતનામે સમજૂતિ તોડીને દક્ષિણ વિયેતનામ પર હુમલો કર્યો. તે સમયે અમેરિકાની મોટીભાગની સેના પાછી ફરી ચૂકી હતી. જો કે રાજધાની સાઈગોનમાં ત્યારે ફક્ત અમેરિકી રાજનયિક અને ગણ્યાગાંઠ્યા સૈનિકો હતા. પોતાના રાજનયિકોને સુરક્ષિત કાઢવા અને ઉત્તરી વિયેતનામના સૈનિકોથી બચવા માટે અમેરિકાએ દૂતાવાસની છત પર હેલિકોપ્ટર ઉતારવું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube