Ukraine Russia war: યુદ્ધ વચ્ચે ક્રેમલિન બેલારૂસમાં વાતચીત માટે તૈયાર, યુક્રેને ઠુકરાવ્યો પ્રસ્તાવ
Russia- Ukraine War: યુક્રેનની રાજધાની કિવમાં ડરનો માહોલ છે. રશિયા સતત હવાઈ હુમલો કરી રહ્યું છે. આ વચ્ચે ક્રેમલિને યુક્રેન સાથે વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે.
મોસ્કો/કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના કિવની નજીક પહોંચી ગઈ છે. રશિયા દ્વારા સતત હવાઈ હુમલો કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે લાખો લોકો યુક્રેન છોડી જતા રહ્યાં છે. અનેક દેશો રશિયાના આ હુમલાની નિંદા કરી રહ્યાં છે. આ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. રશિયાની સમાચાર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ક્રેમલિને બેલારૂસમાં યુક્રેન સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે. આ વચ્ચે માહિતી મળી છે કે યુક્રેને બેલારૂપમાં વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.
રશિયા વાતચીત માટે થયું તૈયાર
સમાચાર એજન્સી પાસેથી મળેલી માહિતી પ્રમાણે ચાર દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રેમલિન બેલારૂસમાં યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર થઈ ગયું છે. આ અંગે હજુ યુક્રેન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો બંને દેશો વાતચીત માટે તૈયાર થાય તો આ વિનાશકારી યુદ્ધનો જલદી અંત આવી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube