કુલભૂષણ જાધવઃ પાકિસ્તાન કરી શકે આર્મી એક્ટમાં ફેરફાર, જાધવને મળશે આ અધિકાર
આંતરરાષ્ટ્રીય અદાલત (International Court of Justice)ના અધ્યક્ષ ન્યાયાધિશ અબ્દુલકાવી એ.યુસુફે ગયા ઓક્ટોબર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને રાજકીય પહોંચની મંજુરી નહીં આપીને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું હતું.
નવી દિલ્હીઃ કુલભુષણ જાધવને(Kulbhushan Jadhav) પાકિસ્તાને (Pakistan) જાસુસીના આરોપસર ધરપકડ કરીને પોતાની જેલમાં રાખ્યા છે. નવા સમાચાર મુજબ પાકિસ્તાન આ કુલભુષણ જાધવના કેસમાં(Kulbhushan Jadhav case) આર્મી એક્ટમાં(Army Act) ફેરફાર કરી શકે છે. આ ફેરફાર પછી કુલભૂષણ જાધવને તેમની સામે આવેલા ચૂકાદાને હાઈકોર્ટમાં (High Court) પડકારવાનો અધિકાર મળશે. સૂત્રો અનુસાર, પાકિસ્તાની સરકારે આર્મી એક્ટમાં ફેરફાર માટે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય અદાલત (ICJ)ના અધ્યક્ષ ન્યાયાધિશ અબ્દુલકાવી એ.યુસુફે ગયા ઓક્ટોબર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને રાજકીય પહોંચની મંજુરી નહીં આપીને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું હતું. UNGAના 74મા સત્રમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, 17 જુલાઈના રોજ જાધવ કેસમાં આપેલા ચૂકાદામાં કોર્ટે જાણવા મળ્યું કે, પાકિસ્તાને વિયેના સંધિના આર્ટિકલ 36 અંતર્ગત પોતાની જવાબદારીઓનું ઉલ્લંઘન કર્યું છે.
OMG..તળાવમાં આ શું જોવા મળ્યું? VIDEO જોઈને ઉછળી તમે પડશો
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, કુલભુષણ જાધવને રાજકીય પહોંચના અધિકારનું ઉલ્લંઘન થયું છે. સાથે જ કુલુભુષણ જાધવની સજા અને તેને ગુનેગાર ઠેરવવા અંગે પાકિસ્તાનને પુનર્વિચાર કરવા માટે પણ આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું હતું.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube