નવી દિલ્હી: શું તમે કોઇ એવા સરોવર વિશે સાંભળ્યું છે જેનો રંગ કોકા કોલા જેવું છે. કદાચ સાંભળ્યું નહી હોય, પરંતુ બ્રાજીલ (Brazil) માં એક મોટું સરોવર છે, જેનો રંગ પણ કોકા કોલા જેવો છે અને તેના પાણીના ગુણોના લીધે આ જગ્યા હવે પર્યટકોની પસંદ બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણીના રંગની પાછળ છે આ કારણ 
રિપોર્ટ્સ અનુસાર, આ સરોવરની માટી અને અહીંના પાણીમાં કેટલાક મિનરલ્સ છે, જે સ્વાસ્થ માટે સારા માનવામાં આવે છે. બ્રાજીલ ટુરિઝમની સત્તાવાર વેબસાઇટ પર પણ લખવામાં આવ્યું છે કે કોકા કોલા સરોવરમાં Rejuvenating Properties છે. આ સરોવરનો આવો રંગ આયોડીન, આયરનના કોન્સેંટ્રેશન અને કિનારે પાસે રીડ્સના પિગમેંટના લીધે છે. 

JioPhone Next: 'દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' ખરીદવા માંગો છો? આ દિવસે શરૂ થશે પ્રી-બુકિંગ


Healing Powers ને લઇને લોકો કરે છે દાવો
આ સરોવરનો રંગ પણ લોકોને પોતાની તરફ આકર્ષે છે. આ સરોવરનું નેચરલ વોટર બોડી ન્હવા માટે સ્વિમિંગ અને બોટિંગ માટે સેફ છે. તો બીજી તરફ સ્થાનિક લોકોનું Healing Powers વિશે દાવો કરે છે કે અહીંના પાણીમાં નહાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. 


સૌથી ખાસ ટૂરિસ્ટ એટ્રેક્શન 
આ સરોવરનું અસલી નામ Araraquara છે, પરંતુ પોતાના રંગના લીધે તેનું નામ કોકા કોલા પડી ગયું છે. એટલાન્ટિક રેનફોરેસ્ટ રિઝર્વ Mata da Estrela માં સ્થિત આ સરોવર ના તો કાર્બોનેટેડ છે, ના તો પ્રદૂષિત છે. તેનો રંગ જોઇને તમને પહેલી નજરમાં એવું લાગી શકે છે કે આ પ્રદૂષિત છે, પરંતુ એવું નથી. 

18 વર્ષ મોટા એક્ટર પર આવી ગયું પરણિતી ચોપડાનું દિલ, 4 બાળકોના પિતાએ કર્યા છે બે લગ્ન


આ સુંદર જગ્યા પર પહોંચવા માટે જંગલમાં લગભગ 5 કલાક સુધી વોક કરીને જવું પડે છે. ગત થોડા વર્ષોમાં આ જગ્યા બ્રાજીલના સૌથી અલગ અને ખાસ ટૂરિસ્ટ એટ્રેક્શન તરીકે વિકસ્યું છે. ઘણા લોકો આ સરોવરના મેડિસિનલ બેનિફિટ્સના લીધે અહીં આવે છે. તો કેટલાક બસ તેના નામથી દોડ્યા આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube