Zee Exclusive : પાક.માં એન્જિનિયર્સને ટ્રેનિંગ આપી રહ્યું છે લશ્કર એ તૈયબા
એજન્સીઓ અનુસાર લશ્કરના સૌથી મોટા આતંકવાદીઓ પૈકીનો એક અબ્દુલ રહેમાન મક્કીને કોર્સની સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવી છે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓના અનુસાર પાકિસ્તાનનાં લાહોરનાં મરકજ અલ કદેસિયામાં આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાનાં હેડક્વાર્ટરમાં હાલ કેટલાક વિદ્યાર્થીઓને મેનેજમેન્ટનો કોર્સ કરાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવ્યું કે, આ તમામ પાકિસ્તાની એન્જીનીયર્સ છે. એજન્સીઓ અનુસાર લશ્કરનાં સૌથી મોટા આતંકવાદીઓમાં રહેલ અને મુંબઇ હૂમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રહેમાન મક્કીને એન્જીનિયર્સને આ કોર્સ કરાવવાની જવાબદારી આપવામાં આવી છે.
એજન્સીઓએ પોતાનાં અહેવાલમાં કહેવામાં આવ્યું કે, આ તમામ એન્જિનિયર્સને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ માટે તેમને એબટાબાદ મોકલવામાં આવશે, જ્યાં તેમની ટ્રેનિંગ પુરી થશે. અત્રે નોંધનીય છે કે એબોટાબાદ તે જ સ્થળ છે જ્યાં અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ એક ગુપ્ત ઓપરેશન દ્વારા ઠાર માર્યો હતો. પાકિસ્તાનમાં ડોક્ટર અને એન્જિનિયર્સનું શું ભવિષ્ય હશે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, જ્યારે તેમને લશ્કર એ તોયબા જેવા ખતરનાક આતંકવાદી સંગઠન એન્જિનિયર્સની ટ્રેનિંગ અપાઇ રહી છે.
એજન્સીઓનાં રિપોર્ટ અનુસાર કોર્સ કરાવવામાં આવ્યા બાદ તેને ચીનની મદદથી બની રહેલા પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપીઇસીમાં નોકરી માટે મોકલવામાં આવશે. સીપીઇસીમાં તેની ફરજ બાદ લશ્કરનો કોર્સ કરનાર તમામ પાકિસ્તાનનાં એન્જિનિયર્સને કહેવામાં આવ્યું છે કે તેઓ દર મહિને પોતાની કમાણીનો એક હિસ્સો આતંકવાદી સંગઠનને દાનમાં આપે. જેના પગલે તે ભારતની વિરુદ્ધ પોતાની આતંકવાદી કાર્યવાહીને ચાલુ રાખી શકે.
સીપીઇસીમાં જોડાશે 300 એન્જિનિયર્સ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે એન્જિનિયર્સની પાકિસ્તાનમાં ટ્રેનિંગ થઇ રહી છે, તેમાંથી આશરે 300ને સીપીઇસી પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ઇન્જીનિયર્સને પાકિસ્તાન ઇકોનોમિકમાં ગોઠવણી કર્યા બાદ લશ્કર ભારતની વિરુદ્ધ કોઇ મોટુ ષડયંત્ર રચી શકે છે.