નવી દિલ્હી: લેજેન્ડરી બોક્સર માઈક ટાઈસન બોક્સિંગ રિંગમાં પોતાની આક્રમકતા, આક્રોશ અને પાગલપણા માટે જાણીતા છે. માઈક ટાઈસનની ઉંમર 55 વર્ષ છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. પોતાના વિરોધીઓના કાન કરડી ચૂક્યા છે અને આ ઉપરાંત દુનિયાના સૌથી મહાન ગણાતા બોક્સર મોહમ્મદ અલી પણ એ વાત કહી ચૂક્યા છે કે માઈક ટાઈસન તેમને બોક્સિંગ રિંગમાં હરાવી શકે તેમ હતા. હવે ટાઈસનની આટલી આક્રમકતા અંગે એક નવો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈસનના પૂર્વ ડ્રાઈવર રૂડી ગોન્ઝાલેઝનું કહેવું છે કે ટાઈસનની અંદર એટલી ઉર્જા ભરેલી રહેતી હતી કે તેમણે પોતાની બોક્સિંગ મેચ પહેલા સેક્સ કરવું પડતું હતું. ટાઈસનને ડર હતો કે તેઓ બોક્સિંગ રિંગમાં પોતાના વિરોધીઓને ક્યાંક મારી ન નાખે. 


'એક ટ્રેનની જેમ હતા ટાઈસન, સામેવાળાને કચડી નાખતા હતા'
બ્રિટિશ અખબાર ધ સન સાથે વાતચીતમાં ગોન્ઝાલેઝે કહ્યું કે માઈક ટાઈસનનું એક ખાસ સિક્રેટ એ છે કે તેમણે પોતાની ફાઈટ પહેલા સેક્સ કરવું પડે છે. ડ્રાઈવર હોવા ઉપરાંત મારું કામ એ પણ હતું કે મારે બોક્સિંગ ગેમ પહેલા તેમના માટે એક એવી મહિલા શોધવી પડતી હતી જે ટાઈસન સાથે સંબંધ બનાવવા તૈયાર થાય. ટાઈસન કહેતા હતા કે જો મે આમ ન કર્યું તો હું મારા વિરોધીને મારી નાખીશ. પોતાના સેક્સ સેશન બાદ માઈક થોડા શાંત થતા હતા અને તેઓ હંમેશા કહેતા હતા કે ચલો આજે મારો વિરોધી મરતા બચી જશે. સાચું કહું તો ટાઈસન એક રેલગાડી જેવા હતા જે સામે આવનારા કોઈ પણ વ્યક્તિને ખતમ કરવા માટે તૈયાર રહેતા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube