નવી દિલ્હી: આખુ વિશ્વ ઘણા બધા રહસ્યો (Mystery) થી ભરેલુ છે. કેટલાક એવા રહસ્યો છે જેનો ઉકેલ વૈજ્ઞાનિકો (Scientist) પણ ઉકેલી શક્યા નથી. આજે અમે આપને એક એવા જ રહસ્ય (Mystery News) વિશે જણાવા જઈ રહ્યા છે. લોકોની લંબાઈ ન વધવાને કારણે આ ગામને 'શ્રાપિત ગામ' કહેવામાં આવે છે. આ ગામ દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય સમાન છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવું ગામ છે જ્યાં બાળકના જન્મ પછી 7 વર્ષ પછી તેની લંબાઈ (Child's Length) વધતી નથી.  એટલે કે આ ગામના લોકો વામન (Dwarf Village) જ રહી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાપિત ગામ માનવામાં આવે છે
વૃદ્ધાવસ્થા સુધી બાળકોની ઊંચાઈ ન વધારવાને કારણે આ ગામને 'શ્રાપિત ગામ' (Cursed Village) કહેવામાં આવે છે.  વિશ્વના નકશા (World Map) પર આ ગામ ચીન (China) માં આવેલું છે. આ ગામ માત્ર ચીનના વૈજ્ઞાનિકો માટે જ નહીં પરંતુ વિશ્વના વૈજ્ઞાનિકો માટે પણ એક રહસ્ય જેવું છે. વામન લોકોનું આ ગામ ચીનના સિચુઆન પ્રાંત (Shichuan Province) માં આવેલું છે. ગામનું નામ યાંગસી (Yangxi Village) છે.


Anupama થી Imlie સુધી, ઓળખી બતાવો બાળપણમાં ક્યૂટ દેખાતી TV ની આ વહુઓને


ગામની મોટાભાગની વસ્તી નાના કદની એટલે કે વામન લોકો (Dwarf People) ની છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં રહેતી કુલ વસ્તીના 50 ટકા લોકો વામન છે. આ લોકોની લંબાઈ 2 ફૂટથી માંડીને માત્ર ત્રણ ફૂટ સુધીની હોય છે. જ્યારે ગામમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે તે સામાન્ય હોય છે. 5 થી 7 વર્ષની ઉંમરની શરૂઆતથી, બાળકોની ઊંચાઈ સામાન્ય રીતે વધે છે, પરંતુ તે પછી તેમની ઊંચાઈ પર બ્રેક આવી જાય છે. કેટલાક કિસ્સાઓમાં, 10 વર્ષની ઉંમર સુધી બાળકોની ઊંચાઈ વધે છે.


ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોવ તો ના કરતા આ કામ, નહીં તો માથે પડી જશે મોટી ટાલ


કોઈ દુષ્ટ શક્તિનો પડછાયો!
આ ગામની આસપાસ રહેતા લોકોના મતે આ ગામ કોઈક અશુભ શક્તિના પ્રભાવ (Shadow of Evil) માં છે. જ્યારે બીજી તરફ એવું માનવામાં આવે છે કે આ ગામ ઘણા દાયકાઓથી શ્રાપિત છે. છેલ્લા 60 વર્ષોમાં, લોકો વામન થવા પાછળના રહસ્ય વિશે કઈ પણ જાણી શક્યા નથી. છેલ્લા કેટલાક દાયકાઓમાં, વૈજ્ઞાનિકોએ તેની પાછળનું રહસ્ય શોધવાનો ઘણો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ આમાં સફળ થયા નથી.


Taarak Mehta ની સોનૂનો બિકિનીમાં મિસ્ટ્રી બોય સાથે ડાન્સ, Video જોઈ આંખો થઈ જશે ચાર


ઘણા દાયકાઓ પહેલા ખતરનાક રોગ ફેલાયો હતો
ગામના વડીલો જણાવે છે કે ઘણા દાયકાઓ પહેલા ગામમાં એક ખતરનાક રોગ (Dangerous Disease) ફેલાયો હતો. આ રોગને કારણે આજે પણ ગામના બાળકોની ઊંચાઈ નથી વધી. છેલ્લા 60 વર્ષમાં વૈજ્ઞાનિકોએ ગામના કુદરતી સંસાધનો (Natural Resources) ની શોધ કરી છે. અહીંના પાણીમાં એવું કોઈ રસાયણ મળ્યું નથી કે જેનાથી બાળકોનો વિકાસ અટકે જો કે, વૈજ્ઞાનિકો આ અંગે કોઈ સકારાત્મક પરિણામ મેળવી શક્યા નથી. કેટલાક વૈજ્ઞાનિકો ચોક્કસપણે કહે છે કે આ ગામની માટી (Soil) માં પારાની માત્રા વધારે છે. જેમાં ઉત્પાદિત અનાજ ખાવાથી લોકોની ઊંચાઈ વધતી નથી. આ સિવાય કેટલાક વૈજ્ઞાનિકો ઘણા વર્ષો પહેલા જાપાનથકી ચીનમાં છોડવામાં આવેલા ઝેરી ગેસને પણ વામનવાદનું કારણ માને છે. જો કે, વૈજ્ઞાનિકો કોઈ કારણ વિશે નક્કર વાત નથી કહેતા. કારણ ગમે તે હોય, પરંતુ આ ગામનું રહસ્ય ઘણા દાયકાઓ સુધી અકબંધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube