ત્રિપોલી: લિબીયાની રાજધાની ત્રિપોલીમાં એક માઈગ્રન્ટ સેન્ટર પર માર્શલ ખલીફા હફ્તાર પ્રત્યેના વફાદાર દળોના કથિત હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 પ્રવાસીઓના મોત થયા છે અને 80થી વધુ ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકારના એક આંતરિક સૂત્રએ બુધવારે આ જાણકારી આપી. સમાચાર એજન્સી એફેના રિપોર્ટ મુજબ ત્રિપોલી તરફ વધી રહેલી હફ્તારની સૈન્ય ટુકડીઓમાં સામેલ એફ-16 ફાઈટર વિમાનોએ આખી રાત બોમ્બવર્ષા કરીને હુમલાને અંજામ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હફ્તારના હુમલાને નિષ્ફળ કરવાના હેતુથી લોન્ચ કરાયેલા ઓપરેશન વોલ્કેનો ઓફ રેઝના પ્રવક્તાએ એફેને જણાવ્યું કે રાહત ટુકડી હુમલાની જગ્યાએ કામ કરી રહી છે. હુમલાથી અનેક લોકો પીડિત છે. પોતાને લીબિયાના સર્વોચ્ચ નેતા જાહેર કરનારા હફ્તારે 4 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય સમુદાયને એક સ્પષ્ટ સંદેશ મોકલવાના હેતુથી ત્રિપોલીનો ઘેરાવ કર્યો અને સંદેશ આપ્યો કે તેમનો મુખ્ય હેતુ વર્તમાન શાંતિ યોજનાને નિષ્ફળ કરવાનો છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...