Pakistan Army New Chief: લેફ્ટેનન્ટ જનરલ આસીમ મુનીર પાકિસ્તાન સેનાના નવા ચીફ બનશે. હાલના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેઓ તેમની જગ્યા લેશે. સૂચના અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે લેફ્ટેનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ અને લેફ્ટેનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીરને સેના પ્રમુખ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન આર્મી પદની રેસમાં મુનીરનું નામ સૌથી આગળ હતું. રસપ્રદ વાત એ હતી કે મુનીરનો લેફ્ટેનન્ટ જનરલ તરીકે ચાર વર્ષનો કાર્યકાળ જનરલ બાજવાના નિવૃત્ત થવાના બે દિવસ પહેલા 27 નવેમ્બરે સમાપ્ત થવાનો છે. પરંતુ સેના પ્રમુખ માટેનો નિર્ણય તેમની નિવૃત્તિ પહેલા થયો આથી હવે તેમની નિયુક્તિ થતા તેમને સેવામાં 3 વર્ષનો વિસ્તાર મળશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube