નવી દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોઈને કોઈ રીતે ચર્ચામાં અવશ્ય રહે છે. ક્યારેક પોતાની તાનાશાહી તો ક્યારેક પોતાના વ્યવહારના કારણે કિમ જોંગ ઉન ચર્ચામાં રહે છે. તેમનું જીવન ખુબ રસપ્રદ છે. પોતાના પરિવારના જ કેટલાક લોકો અને પોતાની હકુમતના કેટલાક ઓફિસરોનો તેમણે મોતને ઘાટ ઉતારાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે એક પુસ્તકમાં તેમના જીવનના કેટલાક અજાણ્યા પહેલુઓ દુનિયાની સામે લાવવામાં આવે છે. વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર એના ફિફીલ્ડના પુસ્તક 'ધ ગ્રેટ સક્સેસર: ધ ડિવાઈનલી પરફેક્ટ ડેસ્ટિની ઓફ બ્રિલિઅન્ટ કોમરેડ કિમ જોંગ ઉન'માં જણાવવામાં આવ્યું છે કે આખરે કઈ રીતે મશીનોની સાથે રમીને બાળપણ ગુજારનારું બાળક તાનાશાહ બની ગયું.


એના ફિફીલ્ડના પુસ્તકના કેટલકા ભાગોને વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક મુજબ કિમ જોંગ ઉને આ અગાઉ ક્યારેય બાળપણથી લઈને જવાની સુધીમાં બહારની  દુનિયા જોઈ નહતી. કિમ જોંગ ઉન શાળાએ પણ ગયા નથી. તેમનો અભ્યાસ તેમના શાહી મહેલમાં જ થયો. આથી તેમનો કોઈ મિત્ર પણ નહતો. 


કિમ જોંગ ઉને છેલ્લા બે વર્ષથી મિસાઈલોના અંધાધૂંધ પરીક્ષણ કરીને અમેરિકાની ઊંઘ ઉડાવી દીધી છે. જો કે બાદમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ કરી. ત્યારબાદ કઈંક ઠેકાણે પડ્યું. પરંતુ તેમને મશીનો સાથે રમવાનો શોખ તો બાળપણથી હતો. તેમની પાસે મશીનો, વિમાનોના મોડલ અને સમુદ્રી જહાજોવાળા રમકડાં રહેતા હતાં. તેમને તેનો ખુબ શોખ હતો. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...