પાક ચૂંટણીઃ ઇમરાન ખાનની પાર્ટી PTI સૌથી આગળ, રૂઝાનોમાં ત્રિશંકુ એસેમ્બલીની આશંકા
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો હોય છે જેમાંથી 272ની સીધી ચૂંટણી થાય છે જ્યારે બાકીની 60 સીટો મહિલાઓ અને 10 સીટો ધાર્મિક અલ્પસંખ્યલો માટે અનામત છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીના રૂઝાન આવવાનું શરૂ થઈ ગયું છે. જિયો ન્યૂઝના હવાલાથી ખબર છે કે, પાકિસ્તાન તહરીકે ઇંસાફના ઇમરાન ખાન મિયાંવલી નેશનલ એસેમ્બલી 95થી આગલ ચાલી રહ્યાં છે. નેશનલ એસેમ્બલી 53 ઇસ્લામાબાદ-2થી પણ ઇમરાન ખાન આગળ ચાલી રહ્યાં છે. ઇમરાન ખાન પાંચ જગ્યાએથી ચૂંટણી મેદાનમાં છે. ઇમરાનખાન કરાચી, લાહોર, બન્નૂ, રાવલપિંડી, મિયાંવલીમાંથી ચૂંટણી મેદાનમાં છે. પાકિસ્તાનની સમાચાર ચેનલ એઆરવાઇ ન્યૂઝના હવાલાથી ખબર છે કે, પીટીઆઈ 84, પીએમએલ એન 58, પીપીપી 29, અન્ય 62 સીટો પર આગળ ચાલી રહ્યાં છે.
રૂઝાનોમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીએમએલ એનના નેતા શાહિદ ખાકાન અબ્બાસી નેશનલ એસેમ્બલી 57 સીટથી પીટીઆઈના સઆદત અબ્બાસીથી પાછળ ચાલી રહ્યાં છે. પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે કોઇપણ પાર્ટીને 137 સીટો જોઈએ.
પાકિસ્તાન સમા ટીવીના હવાલાથી ખબર છે કે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો લાયરી નેશનલ એસેમ્બલી-246થી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે પીપીપીના ચેરમેન આસિફ અલી જરદારી નેશનલ એસેમ્બલી 213 નવાબશાહથી આગળ ચાલી રહ્યાં છે. પાકિસ્તાન ગ્રૈન્ડ ડેમોક્રેટિક એલાયન્સ (GDA)ના શેર મોહમ્મદ રાણા અહીં બીજા સ્થાને ચાલી રહ્યાં છે.
રાવલપિંડી નેશનલ એસેમ્બલી સંખ્યા 59થી પીટીઆઈના ગુલામ સરવરથી આગળ ચાલી રહ્યાં છે. પીટીઆઈના જ મોહમ્મદ શફીક લોદરન નેશનલ એસેમ્બરી-161થી આગળ ચાલી રહ્યાં છે. નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) એટલે કે પીએમએલ એનના આમિર મુકમ નેશનલ એસેમ્બલી-29થી આગળ ચાલી રહ્યાં છે.
મહત્વનું છે કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો હોય છે જેમાંથી 272ની સીધી ચૂંટણી થાય છે જ્યારે બાકીની 60 સીટો મહિલાઓ અને 10 સીટો ધાર્મિક અલ્પસંખ્યલો માટે અનામત છે. સામાન્ય ચૂંટણીમાં પાચ ટકાથી વધુ મત મેળવનાર પાર્ટીઓ આ અનામત સીટો પર પ્રમાણસર પ્રતિનિધિત્વના હિસાબથી પોતાનના પ્રતિનિધિ મોકલી શકે છે. કુલ 172 સીટો મેળવનાર પાર્ટી સરકાર બનાવી શકે છે. મુખ્ય ટક્કર શાહબાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન), બિલાવલ ભુટ્ટો જરદારીની પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી અને ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ વચ્ચે છે.