નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈમરાન સરકાર પર રાજકીય સંકટ મંડરાયેલું હતું. પરંતુ હાલ ઈમરાન ખાનને સૌથી મોટી રાહત મળી છે. તેઓ છેલ્લા કેટલાંક સમયથી વિપક્ષી પાર્ટીઓના રાજકીય સંકટનો સામનો કરી રહ્યા હતા. જાણવા મળી રહ્યું હતું કે પ્રધાનમંત્રી ઈમરાન ખાન માટે હવે ખુરશી બચાવવી સરળ નહોતી. તેમ છતાં ઈમરાને વચલો રસ્તો શોધી નાખ્યો છે. આજે સવારથી અહેવાલો મળી રહ્યા હતા કે ઈમરાન ખુરશી બચાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે નવી રણનીતિ બનાવી લીધી હતી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની સંસદે પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ જણાવ્યું છે કે અન્ય કોઈ દેશને પાકિસ્તાનની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો અધિકાર નથી. આ નિર્ણય આપતાં ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન ઈમરાન ખાને દેશને સંબોધિત કરતા સંસદ ભંગ કરવાની ભલામણ કરી છે. ઈમરાન ખાને દેશની જનતાને જણાવ્યું છે કે તેમણે રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું છે કે મારી વિરુદ્ધ વિદેશી ષડયંત્ર રચવામાં આવ્યું છે. દેશની જનતાએ હવે નવી ચૂંટણીની તૈયારી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની સંસદમાં આજે મોટું નાટક થયું છે. સંસદ ભંગ થયા બાદ હવે 90 દિવસમાં ચૂંટણી થશે.


સંસદમાં જ ધામા નાખ્યા છે વિપક્ષના નેતાઓ
અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવાયા બાદ વિપક્ષી નેતાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ સંસદમાં જ ધામા નાખ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદની સુરક્ષા માટે લગભગ 6 હજાર સુરક્ષાકર્મીઓ ત્યાં હાજર છે. અહીં શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર પ્રહાર કરતા કહ્યું કે તે દેશદ્રોહી છે. ઈમરાને દેશના ભાગલા પાડવાનું અને દેશને ગૃહયુદ્ધ તરફ ધકેલવાનું કામ કર્યું છે.


સુપ્રીમ કોર્ટે રચના કરી સ્પેશિયલ બેન્ચ
અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થયા બાદ વિપક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે વિપક્ષની અરજી પર સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલુ રહેશે તેમ કહી શકાય.

સાંભળો ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ શું કહ્યું?




સંસદ ભંગ, ચૂંટણીની તૈયારી કરે જનતા- ઈમરાન
પાકિસ્તાનના લોકોને સંબોધિત કરતા ઈમરાન ખાને જણાવ્યું છે કે હું સ્પીકરના નિર્ણય પર દરેક પાકિસ્તાનીને અભિનંદન આપું છું. અવિશ્વાસની દરખાસ્ત આપણી સામે વિદેશી કાવતરું હતું. પાકિસ્તાને નક્કી કરવું જોઈએ કે તેમના પર કોણ શાસન કરે છે. કોઈ વિદેશી શક્તિને આનો નિર્ણય કરવાનો અધિકાર નથી. મેં રાષ્ટ્રપતિને વિધાનસભા ભંગ કરવા માટે પત્ર લખ્યો છે. ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઈએ. હું પાકિસ્તાનના લોકોને ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન કરું છું.




પાકિસ્તાનમાં મધ્યસત્ર ચૂંટણી યોજાશે
પાકિસ્તાનમાં મધ્યસત્ર ચૂંટણી થશે. સંસદમાં ડેપ્યુટી સ્પીકરે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો. સ્પીકરે નેશનલ એસેમ્બલી 25 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે.


'સદનને ભંગ કરે રાષ્ટ્રપતિ'
વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું છે કે તેમણે રાષ્ટ્રપતિને ભલામણ મોકલી છે કે ગૃહને ભંગ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે.


PM ઈમરાને દેશને સંબોધિત કર્યો
અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થયા બાદ વડાપ્રધાન ઈમરાન ખાન દેશને સંબોધિત કર્યો હતો. તેઓ બે દિવસમાં બીજી વખત પાકિસ્તાનના લોકોને સંબોધિત કરી રહ્યા છે.

ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ
પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાથે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી દ્વારા વિદેશી ષડયંત્રનો આરોપ લગાવતા નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે અને ગૃહમાં મતદાન કરવાની મંજૂરી આપી નથી. આ સાથે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદની આગામી બેઠક 25 એપ્રિલે યોજાશે.


રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની સાથે પીએમ ઈમરાન ખાનની બેઠક ચાલું
સમાચાર છે કે PM ઈમરાન ખાન હાલમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરી રહ્યા છે. બંને વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી છે. અહીં ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ નેશનલ એસેમ્બલીની કાર્યવાહી શરૂ કરી છે. ઈમરાન સરકારમાં મંત્રી ફવાદ ચૌધરી ગૃહમાં બોલી રહ્યા છે.



દેશને સંબોધિત કરી શકે છે ઈમરાન
દરમિયાન પીએમ ઈમરાન ખાને પાકિસ્તાનની સત્તાવાર ચેનલ પીટીવીને તેમના નિવાસસ્થાને બોલાવી છે. માનવામાં આવે છે કે તે દેશને સંબોધિત કરી શકે છે.


પાકિસ્તાની સંસદમાં કાર્યવાહી શરૂ
પાકિસ્તાનની સંસદમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સંસદની કાર્યવાહીમાં હંગામો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીટીઆઈના લગભગ 20 સાંસદો નેશનલ એસેમ્બલી પહોંચ્યા છે.


નેશનલ એસેમ્બલીમાં ગુપ્ત નથી, ઓપન વોટિંગ 
પાકિસ્તાનમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવા જઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ગુપ્ત મતદાન નથી, પરંતુ ઓપન વોટિંગ છે. મતલબ કે સાંસદ કોને મત આપી રહ્યા છે તેની માહિતી ઉપલબ્ધ થશે. આ કારણે ગડબડીની કોઈ શક્યતા રહેતી નથી.


પીએમ હાઉસથી નીકળશે ઈમરાન, સુરક્ષા વધારી દેવામાં આવી
બદલાતા ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પીએમ હાઉસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજેતરની માહિતી એ છે કે ઇમરાન ખાન તેના વિશ્વાસુ નેતાઓ સાથે ચર્ચામાં છે, તેઓ થોડીવારમાં નેશનલ એસેમ્બલી માટે રવાના થશે.


પાકિસ્તાનની સંસદમાં અત્યાર સુધી પીટીઆઈના 22 સાંસદો પહોંચ્યા
પાકિસ્તાનની સંસદમાં અત્યાર સુધી પીટીઆઈના માત્ર 22 સાંસદો જ પહોંચ્યા છે. જ્યારે પાર્ટીએ 142 સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષના 176 સાંસદો સંસદમાં પહોંચ્યા છે. ટુંક સમયમાં નેશનલ એસેમ્બલીના દરવાજા બંધ કરી દેવામાં આવશે, ત્યારબાદ કોઈને પણ અંદર જવા દેવામાં આવશે નહીં.


અવિશ્વાસ પ્રસ્તાવની કાર્યવાહીથી દૂર રહેશે ઈમરાન, સંસદમાં નહીં આવે
ઈમરાન ખાનની ધરપકડની અટકળો વચ્ચે એક નવા સમાચાર સામે આવ્યા છે. માનવામાં આવે છે કે ઈમરાન ખાન નેશનલ એસેમ્બલીમાં નહીં પહોંચે. ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવની કાર્યવાહીથી દૂર રહી શકે છે.


હવે સારા દિવસો આવશે - મરિયમ નવાઝ
અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા મરિયમ નવાઝે ટ્વીટ કર્યું અને હતું કે ઈમરાનને સંસદ ઘરે મોકલી દેશે. આ ઈતિહાસની સૌથી ખરાબ સરકાર રહી છે. ઇન્શાઅલ્લાહ સારા દિવસો આવશે.


ઈમરાન લઈ રહ્યા છે હાર અને જીત બંનેનો આનંદ
દરમિયાન ઈમરાન સરકારમાં ગૃહમંત્રી શેખ રશીદે કહ્યું છે કે ઈમરાન ખાન કંઈક સરપ્રાઈઝ આપશે. તેમને જીત કે હારથી કોઈ ફરક પડતો નથી. અમે હંમેશા આનંદ કરીએ છીએ.


પીટીઆઈના કોઈ સાંસદ નેશનલ એસેમ્બલીમાં નથી પહોંચ્યા 
નેશનલ એસેમ્બલીમાં સાંસદો પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મીડિયાને સંસદમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. અત્યાર સુધી પીટીઆઈના કોઈ સાંસદ નેશનલ એસેમ્બલીમાં પહોંચ્યા નથી.


સ્પીકર વિરુદ્ધ મુકવામાં આવી અવિશ્વાસની દરખાસ્ત
પાકિસ્તાનની સંસદમાં વિપક્ષે નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો છે. પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ આજે બપોરે 3 વાગ્યે મતદાન થશે. વિપક્ષી નેતાઓએ 200 સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે.



પંજાબના ગવર્નરને પદેથી હટાવ્યા
પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસના મત પહેલા પંજાબ પ્રાંતના રાજ્યપાલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ડોનમાં છપાયેલા સમાચાર અનુસાર પાકિસ્તાની સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું કે પંજાબના ગવર્નર મોહમ્મદ સરવરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.


લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઈમરાન
અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા ઈમરાન ખાને કહ્યું કે હું એક નિષ્ણાત ખેલાડી છું. શું કરું કોને ખબર? ઈમરાન ખાને લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ આ ષડયંત્ર સામે રસ્તા પર ઉતરવું જોઈએ. પછી ઈસ્લામાબાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


નવાઝ શરીફ પર હુમલો
પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ ટ્વિટ કર્યું કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં પીટીઆઈ કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પીટીઆઈ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે હવે આ પાર્ટીએ તમામ હદો વટાવી દીધી છે.


અમેરિકા પર લગાવ્યો આક્ષેપ
પાકિસ્તાની પીએમે જણાવ્યું, 'અમારી સંસદીય સમિતિએ આ સત્તાવાર દસ્તાવેજ જોયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઈમરાન ખાનને હટાવો છો, તો તમારા અમેરિકા સાથે સારા સંબંધો રહેશે.' આ એક સત્તાવાર દસ્તાવેજ છે કે જો તમે ઈમરાનને હટાવો તો અમેરિકા સાથે તમારા સંબંધો સારા રહેશે.


'હું ક્યારેય ભારત વિરોધી નથી રહ્યો'
ભારત સાથે મિત્રતા પર વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે હું એન્ટી અમેરિકન હતો પરંતુ ક્યારેય ભારત વિરોધી નથી. તેણે કહ્યું કે આપણે બધા મિત્રતા ઈચ્છીએ છીએ. આજે પાકિસ્તાનની અંદર એક મોટો બદલાવ આવ્યો છે. આજે હું જે જોઈ રહ્યો છું તે છેલ્લા 25 વર્ષમાં મેં જોયું નથી. ચારેબાજુ અમેરિકા વિરુદ્ધ આખી જનતા છે.


તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ હવે પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તમામ MNA આવતીકાલે (રવિવારે) નેશનલ એસેમ્બલીની કાર્યવાહીમાં ભાગ લેશે. તેના માટે પીએમ ઈમરાન ખાને પીટીઆઈના એમએનએ (નેશનલ એસેમ્બલીના સભ્ય)ને સૂચનાઓ જાહેર કરી છે.


આ નિર્ણય લેવાયો હતો
અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના દિવસે તમામ MNA ગેરહાજર રહેશે. તેના માટે ઈમરાન ખાને પીટીઆઈના એમએનએને સૂચના આપી હતી કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના દિવસે તમામ નેશનલ એસેમ્બલી (એનએ)ના સત્રમાં ભાગ નહીં લે.


જો સૂચનાઓનું પાલન નહીં થાય તો કાર્યવાહી થશે
એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે મતદાનના દિવસે કોઈપણ MNA સંસદ ભવનમાં રહેશે નહીં. જો કોઈ પાર્ટી અધ્યક્ષની સૂચનાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કલમ 63 (A) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સૂચનાઓની એક નકલ ત્યાં સુધીમાં પીટીઆઈના તમામ સાંસદોને વ્યક્તિગત રીતે મોકલવામાં આવી હતી.


આ છે નંબરોના આંકડા
69 વર્ષીય ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે. 28 માર્ચે નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આવતીકાલે (રવિવારે) મતદાન થવાનું છે. ઈમરાન ખાને સત્તા બચાવવા માટે 172નો જાદુઈ આંકડો સાબિત કરવો પડશે. જોકે, વિપક્ષનો દાવો છે કે તેમને 175 સાંસદોનું સમર્થન છે. તેથી વડાપ્રધાને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.


'છેલ્લા બોલ' સુધી સામનો કરશે
જ્યારે ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ બહુમત ગુમાવશે તો પણ રાજીનામું નહીં આપે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું છે કે, હું 'છેલ્લા બોલ સુધી લડીશ'. અને નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. જ્યારે, ઈમરાન ખાને સરકારને સમર્થન પાછું ખેંચનારા બળવાખોર સાંસદોને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા. સાથે જ કહ્યું કે જીવનભર આ લોકોને આજ રીતે ઓળખવામાં આવશે.


આ રહ્યો પાકિસ્તાનનો ઈતિહાસ
નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનના કોઈપણ પ્રધાનમંત્રીએ પોતાના કાર્યકાળમાં અત્યાર સુધી 5 વર્ષ પૂરા કર્યા નથી. ઉપરાંત, પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય કોઈ વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા દૂર કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં ઈમરાન ખાન આ પડકારનો સામનો કરનારા ત્રીજા વડાપ્રધાન છે.