પેરિસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું. મોદી મોદી અને ભારતમાતા કી જયના નારા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સના જોઈન્ટ મૂલ્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે ભારતમાં હવે ટેમ્પરરી કશું નથી રહ્યું જે ટેમ્પરરી હતું તેને અમે કાઢી નાખ્યું. મોદીએ કહ્યું કે માત્ર 75 દિવસમાં અમારી સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. પીએમ મોદીએ પરિવારવાદ, ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નવું ભારત સપનાના રસ્તે નીકળી પડ્યું છે. પીએમ મદોીએ મોબલાના પહાડો પર દુર્ઘટનાગ્રસ્ત 2 વિમાનની યાદમાં બનેલા સ્મારકનું ઉદ્ધાટન પણ કર્યું. આ વિમાનમાં મશહૂર વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભા પણ હતાં  જેમનું આ અકસ્માતમાં મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ફ્રાન્સ અને ભારતની મિત્રતા બહુ જૂની
પીએમ મોદી જ્યારે મંચ પર બોલવા માટે પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી જોરદાર અંદાજમાં તેમનું સ્વાગત કર્યું. પીએમએ ફ્રેન્ચમાં પણ લોકોનું અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે 'ફ્રાન્સ અને ભારતની મિત્રતા કોઈ નવી નથી પરંતુ વર્ષોથી જૂની છે. એવી કોઈ તક નહીં હોય કે જ્યાં બને દેશોએ એકબીજાનું સમર્થન ન કર્યું હોય. એક બીજા સાથે કામ ન કર્યું હોય. જ્યારે ભારત કે ફ્રાન્સમાં કોઈ સારી ઉપલબ્ધિ હોય છે તો અમે એક બીજા માટે ખુશ થઈએ  છીએ. '


ફ્રાન્સની ફૂટબોલ ટીમની જીતનો ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ ફ્રાન્સ અને ભારતની મિત્રતા પર ભાર મૂકતા કહ્યું કે 'બંને દેશ એક બીજાના સુખ અને દુ:ખમાં ઊભા રહ્યાં છે. 'પીએમએ કહ્યું કે 'મને લાગે છે કે ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના જેટલા સમર્થક છે તેમની જેટલી સંખ્યા ભારતમાં છે તેટલી તો ફ્રાન્સમાં પણ કદાચ ન હોય. જ્યારે ફ્રાન્સે ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો તો ભારતમાં પણ જોરશોરથી તેની ઉજવણી થઈ. દુ:ખમાં પણ અમે એકબીજાની સાથે રહ્યાં. ફ્રાન્સમાં થયેલા એર ઈન્ડિયાના બે વિમાન અકસ્માતની યાદમાં સ્મારક બન્યું છે.'


જુઓ VIDEO


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...