ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઈ અને હવે આવતી કાલે તેના પરિણામનો દિવસ છે. ભારતની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે. પાડોશી ચીન પણ બાજ નજર રાખી રહ્યું છે. પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થતા જ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા. જેમાં મોદી સરકારની ત્રીજીવાર વાપસીની આશા વ્યક્ત કરાઈ. મોટાભાગના એક્ઝિટ પોલ નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ બનશે તેવી સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે હવે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ એક્ઝિટ પોલ અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. જેમાં કહેવાયું છે કે જો મોદી જીતશે તો તેઓ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બાદ સતત ત્રીજા કાર્યકાળ માટે સત્તામાં આવનારા બીજા નેતા બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ મુજબ એનડીએની જીત થવાની સ્થિતિમાં મોદીની ઘરેલુ અને વિદેશમાં મોટા ફેરફાર થવાની શક્યતા બહુ ઓછી વ્યક્ત કરાઈ છે. રિપોર્ટમાં કિયાન ફેંગના હવાલે કહેવાયું છે કે મોદી ભારત માટે નિર્ધારિત ઘરેલુ અને વિદેશ નીતિના ઉદ્દેશ્યોને આગળ વધારતા રહેશે, જેમાં તેમનું મુખ્ય ફોકસ કેટલાક વર્ષોમાં દેશને અમેરિકા અને ચીન બાદ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પર રહેશે. કેંગ સિંધુઆ યુનિવર્સિટીના રાષ્ટ્રીય રણનીતિ સંસ્થાનમાં અનુસંધાન વિભાગના ડાયરેક્ટર છે. 


કિયાને કહ્યું કે મોદીના રણનીતિક દ્રષ્ટિકોણમાં કૂટનીતિક માધ્યમોથી ભારતના વૈશ્વિક પ્રભાવને વધારવાની સતત કોશિશ પણ ચાલુ છે. પ્રધાનમંત્રી ભારતને એક અગ્રણી શક્તિ બનાવવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. 


કેવા હશે ચીન-ભારતના સંબંધ
રિપોર્ટમાં ભારત-ચીન પેચીદા સંબંધો વિશે પણ ચર્ચા કરાઈ છે અને બંને  પક્ષો વચ્ચે ટકરાવ ન થવાની આશા પણ વ્યક્ત કરાઈ છે. રિપોર્ટમાં એપ્રિલમાં અમેરિકી  પત્રિકા ન્યૂઝવીક સાથેના પીએમ મોદીના ઈન્ટરવ્યુનો પણ સંદર્ભ અપાયો છે જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'ભારત માટે ચીન સાથેના સંબંધ મહત્વપૂર્ણ અને સાર્થક છે. તેમણે કહ્યું કે ભારત અને ચીને પોતાની સરહદો પર લાંબા સમયથી ચાલી આવતી સ્થિતિને તત્કાળ સંબોધવાની જરૂર છે જેથી કરીને દ્વિપક્ષીય સંબંધોમાં અસામાન્યતાને પાછળ છોડી શકાય'.


ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધ ફક્ત બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર અને દુનિયા માટે મહત્વપૂર્ણ છે. રિપોર્ટ મુજબ એવું માનીને કે સ્થિર દ્વિપક્ષીય સંબંધ જાળવી રાખવા એ બંને પક્ષોના હિતમાં છે, ચીની પક્ષ ભારત સાથે સંબંધોને સક્રિય રીતે વધારવા માટે પ્રતિબદ્ધ છે,