લંડન: ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની લંડન ખાતેની મેફેર વિસ્તારની ઓલ્ડ બાંડ સ્ટ્રીટ સ્થિત દુકાન બંધ થઈ ચૂકી છે. આ દુકાનને જુલાઈ 2018માં જપ્ત કરાઈ હતી. નીરવ મોદીની આ દુકાનને મકાન માલિકે પોતાના અધિકારનો ઉપયોગ કરીને જપ્ત કરાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે તેના વિરુદ્ધ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બહાર પડી હોવા છતાં તે લંડનમાં રહે છે અને હીરાના દાગીના તથા ઘડીયાળોનો વેપાર કરી રહ્યો છે. નીરવ મોદીનો પાસપોર્ટ ફેબ્રુઆરી 2018માં રદ કરી દેવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્ય તો એ છે કે નીરવ મોદી ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન તરફથી હાલના મહિનાઓમાં મળેલા નેશનલ ઈન્શ્યોરન્સ નંબરના આધારે અહીં કારોબાર કરે છે અને રહે છે. નીરવ મોદીના ન્યૂયોર્ક, હોંગકોંગ અને દુનિયાના અન્ય ભાગોમાં જોવા મળ્યા બાદ તેમના ઠેકાણા અંગે રહસ્ય ગૂંથાઈ રહ્યું હતું. નીરવ મોદીના હવે પ્રત્યક્ષ રીતે લંડનમાં હોવાની વાત સામે આવી છે, જ્યાં તે અનેક મહિનાઓથી રહે છે. 


નીરવ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડનો પર્દાફાશ થયો તેના થોડા દિવસ અગાઉ જાન્યુઆરી 2018માં ફરાર થઈ ગયો હતો. એટલે સુધી કે તપાસકર્તાઓએ જ્યારે પીએનબી કૌભાંડની તપાસ કરી તો જાણવા મળ્યું કે નીરવ મોદી અને તેનો મામો મેહુલ ચોક્સી લેટર્સ ઓફ અંડરટેકિંગનો ઉપયોગ કરીને પીએનબીના 13,000 કરોડ રૂપિયા ચાઉ કરી ગયાં. કેન્દ્રીય તપાસ બ્યુરોએ ઈન્ટરપોલને તેની તત્કાળ ધરપકડ માટે  કહ્યું છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...