નવી દિલ્હીઃ લંડનમાં આતંકી હુમલાના સમાચાર છે. દક્ષિણ લંડનના સ્ટ્રીથમમાં એક વ્યક્તિએ લોકો પર ચાકુથી હુમલો કરી દીધો હતો. મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ કહ્યું, સ્ટ્રીથમમાં સુરક્ષા અધિકારીઓએ એક વ્યક્તિને ઠાર કર્યો છે. હાલની માહિતી પ્રમાણે તેણે લોકો પર ચાકુથી હુમલો કર્યો હતો. 


આ પહેલા પોલીસે કહ્યું કે, આ ઘટના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને સ્ટ્રીથમ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી હતી. એક પ્રત્યક્ષદર્શીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, હુમલો કરનારે લોકોને ચાકુથી માર્યા, ત્યારબાદ પોલીસે તેને ઠાર કરી દીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube