Part of Lord Shiva Higgs Boson : વિજ્ઞાનનું બીજું નામ આધુનિક ચમત્કાર છે. વિજ્ઞાને 4 જુલાઈનો રોજ એક રહસ્યની શોધ કરી હતી. વર્ષ 2012 માં આ જ દિવસે વૈજ્ઞાનિકોએ હિગ્સ બોઝોન કણના રહસ્યને શોધ્યું હતું. તેની સફળતાપૂર્વકની શોધની જાહેરાત કરી હતી. તેને ગોડ પાર્ટિકલ કે ભગવાન શિવના અંશ પણ કહેવાય છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, તેમણે હિંગ્સ બોઝોનના કણના બહુ જ મજબૂત સંકેત મેળવી લીધા છે. તેનો શોધવામાં વૈજ્ઞાનિકોને 50 વર્ષનો સમય લાગી ગોય હતો. તે એટમ કરતા પણ બહુ જ નાના કણમાં હોય છે. જેની સંરચના આજ સુધી કોઈ જાણી શક્યુ નથી, કે તે કેવી રીતે બને છે. તેને બ્રહ્માંડના ડીએનએ પણ કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોડ પાર્ટિકલ કે હિંગ્સ બોઝનના કણની શોધ જીનીવામાં યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ એટલે કે સર્નના વૈજ્ઞાનિકોએ કરી હતી. બ્રહ્માંડમાં શોધવામાં આવેલા અતિ સૂક્ષ્મ કણને હિંગ્સ નામના વૈજ્ઞાનિકના નામથી આપવામા આવ્યું છે. તેમણએ 1964 માં તેનો સિદ્ધાંત આપ્યો હતો. જોકે, આ સિદ્ધાંતના સત્યતાની શોધ 50 વર્ષ બાદ થઈ હતી. આ જ વર્ષે એપ્રિલ મહિનામાં તેમનું નિધન થયુ હતું, તેઓ 94 વર્ષના હતા. પીટર હિગ્સે દુનિયાને સમજાવ્યું કે, બ્રહ્માંડમાં રહેલી દરેક ચીજ બોઝોન કણમાંથી આવેલી છે. તે બ્રહ્માંડના દરેક કણથી આપણું દ્રવ્યમાન પ્રાપ્ત થયું છે.  


1964 માં પીટરે હિગ્સ બોઝનના અસ્તિત્વનો સિદ્ધાંત આપ્યો હતો. તેમના અનુસાર, બ્રહ્માંડના હિગ્સ વિસ્તારમાં અતિ સૂક્ષ્મ કમ છે, જે એટમ કરતા પણ નાનો છે. આ એક ક્વોન્ટમ ફિલ્ડ છે, જે કણ દ્રવ્યમાન થાય છે અને સમગ્ર બ્રહ્માંડમાં રહેલા છે. હિગ્સ ક્ષેત્રમાં, હિગ્સ બોઝનના એક તરંગના રૂપમાં કામ કરે છે. હિગ્સને ભૌતિકીમાં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા. 


પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!


શું છે ગોડ પાર્ટિકલ અને તેને શિવના અંશ કેમ કહેવાય છે 
ગોડ પાર્ટિકલ કે હિગ્સ બોઝનને બ્રહ્માંડના સૌથી નાના કણ પણ કહેવાય છે. તે એટમ કરતા પણ નાનો હોય છે. જોકે, શોધમાં વૈજ્ઞાનિકોએ એમ પણ સાબિત કર્યું કે, તે બ્રહ્માંડના દરેક ખૂણમાં સ્થિત અને તેનાથી જ બ્રહ્માંડની રચના થઈ છે. આ બહુ જ અસંતુલિત છએ અને તરત જ નાબૂદ થઈ જાય છે. તેમાં ન તો કોઈ ઈલેક્ટ્રિક ચાર્જ હોય છે, ન તો તે બ્રહ્માંડમાં ફરતું રહે છે. આ બ્રહ્માંડના હિગ્સ ફિલ્ડમાં મળી આવે છે. 


તેને ભગવાન શિવના અંશ એટલા માટે કહેવાય છે, કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન શિવ બ્રહ્માંડના રચયિતા છે અને વિનાશક પણ છે. જેને વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે, હિગ્સ બોઝોનથી જ બ્રહ્માંડની રચના થઈ છે, તો તેને બ્રહ્માંડનું ડીએનએ પણ કહેવાય છે. હિગ્સ બોઝોનનું દ્રવ્યમાન 125 બિલિયન ઈલેક્ટ્રોન વોલ્ટ છે, જે પ્રોટોનથી 130 ગણુ વધારે છે. 


સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશે