Love Story: એવું કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી. એક અમેરિકન મહિલાએ આ કહેવતને સાચી સાબિત કરી જ્યારે તે જોર્ડનમાં 11,000 કિલોમીટર દૂર રહેતા એક આદિવાસી યુવકના પ્રેમમાં પડી અને પોતાનું ઘર છોડીને તેની પાસે ચાલી ગઈ છે. આ અનોખી લવ સ્ટોરી હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનોખી લવ સ્ટોરી
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર 42 વર્ષની નતાલી સ્નાઈડર જે ઓર્લેન્ડોની રહેવાસી છે. એક ટ્રાવેલ કંપનીમાં ટૂર ગાઈડ તરીકે કામ કરતી હતી. તેમના કામના કારણે તેમને જર્મની, ઈટાલી, અમેરિકા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં વારંવાર જવાની તક મળી. માર્ચ 2020માં જ્યારે તે જોર્ડનના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પેટ્રામાં હતી, ત્યારે તેની મુલાકાત 32 વર્ષીય ફેરાસ બાઉડિન સાથે થઈ હતી. ફેરાસ બેડુઈન જનજાતિના સભ્ય છે. ફેરાસ ઘોડા પર સવાર હતો અને નતાલીનું ધ્યાન ખેંચ્યું. નતાલી એટલી પ્રભાવિત થઈ કે તેણે તેની તસવીર લીધી અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી.


જાડેજા નહીં તો કોણ..? ચેમ્પિયન્સ ટ્રોફી સ્ક્વોડ માટે કોકડું ગુંચવાયું


સોશિયલ મીડિયા પર મિત્રતા વધી
ફેરાસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ અને ફોટામાં પોતાને જોઈને કોમેન્ટ કરી, જેમાં તેમણે તે પુષ્ટિ કરી કે તે એ જ માણસ છે. ફેરાસે નતાલીને તેના દેશ જોર્ડન આવવા માટે આમંત્રણ આપ્યું, જેથી તેણી તેના જનજાતિની અનોખી જીવનશૈલીનો અનુભવ કરી શકે. બન્ને વચ્ચે ઓનલાઈન વાતચીત વધી અને 18 મહિના પછી નતાલીએ સપ્ટેમ્બર 2021માં જોર્ડનની મુલાકાત લીધી.


જોર્ડનમાં સાથે રહેવાનો કર્યો નિર્ણય
નતાલી અને ફેરાસ એકબીજાની નજીક આવ્યા અને નતાલીએ અમેરિકામાં પોતાનું જૂનું જીવન છોડીને ફેરાસ સાથે જોર્ડનની ગુફાઓમાં રહેવાનો નિર્ણય લીધો. તેમનું ઘર એક ગુફા છે, જેમાં બે રૂમ છે, જે બેડૂઈન જનજાતિ માટે સામાન્ય છે. ફેરાસનો જન્મ ત્યાં થયો હતો અને વરસાદી પાણીથી બાથરૂમની સુવિધાનો ઉપયોગ કરે છે. એક રૂમમાં તેમના ઊંટ, ઘેટા-બકરા અને મરઘીઓ માટે ઘાસચારો રાખવામાં આવે છે. નતાલીએ જોર્ડનમાં એક ટૂર કંપની પણ શરૂ કરી છે, જેના દ્વારા તે પ્રવાસીઓને જોર્ડનની ટુર પર લઈ જાય છે. આ સિવાય તે ક્યારેક-ક્યારેક અમેરિકા અને ન્યુઝીલેન્ડ પણ જાય છે.


સૂર્ય-બુધની યુતિથી 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે! શનિની રાશિમાં બન્ને ગ્રહની થશે ધમાકેદાર એન્ટ્રી


ગુફા જીવનની સાદગી
નતાલીએ ગુફામાં જીવનની સાદગી પર કમેન્ટ કરતા કહ્યું કે, શહેરી વિસ્તારોમાં મોટાભાગે એક વ્યક્તિની કિંમત તેના સામાન-કપડાં, એસેસરીઝ અથવા કાર દ્વારા માપવામાં આવે છે, પરંતુ ગુફાના જીવનમાં એવું નથી. અહીં જીવન સંબંધો, સાદગી અને વાસ્તવિકતા વિશે છે. નતાલી અને ફેરાસની પ્રેમ કહાની જણાવે છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી અને તે કોઈપણ જગ્યાએ કે પરિસ્થિતિમાં ખીલી શકે છે.