LPG ના ભાવમાં ડબલ વધારો! 2657 રૂપિયામાં મળી રહ્યો છે એક સિલિન્ડર, દૂધનો ભાવ છે 1195 રૂ Kg
મોંઘવારીની માર ફક્ત ભારતમાં જ નથી પરંતુ બીજા દેશોમાં પણ આપણા કરતાં ખરાબ સ્થિતિ છે. ભારતમાં રસોઇ ગેસની કિંમત સતત વધી રહી છે. પરંતુ ફક્ત ભારત જ નહી પડોશી દેશોમાં પણ રસોઇ ગેસના ભાવ બંપર વધારો થયો છે.
નવી દિલ્હી: મોંઘવારીની માર ફક્ત ભારતમાં જ નથી પરંતુ બીજા દેશોમાં પણ આપણા કરતાં ખરાબ સ્થિતિ છે. ભારતમાં રસોઇ ગેસની કિંમત સતત વધી રહી છે. પરંતુ ફક્ત ભારત જ નહી પડોશી દેશોમાં પણ રસોઇ ગેસના ભાવ બંપર વધારો થયો છે. શ્રીલંકામાં રસોઇ ગેસની કિંમત બમણી થઇ ગઇ છે.
જોકે, અહીં સરકારે અત્યારે તાજેતરમાં જ જરૂરી વસ્તુઓ માટે મૂલ્ય સીમા સ્માઅપ્ત કરવાની જાહેરાત કરી છે, ત્યારબાદ રસોઇ ગેસની છૂટક કિંમતમાં લગભગ 90 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની તુલનામાં જોઇએ તો ભારતમાં 14.2 કિલોવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડર અત્યારે પણ 1000 રૂપિયાથી ઓછી છે.
2,657 રૂપિયાનો એક સિલિન્ડર
શ્રીલંકામાં ગત શુક્રવારે પ્રમાણભૂત ઘરેલૂ ગેસ સિલિન્ડર (12.5 કિલોગ્રામ)ની કિંમત 1,400 રૂપિયા હતી, પરંતુ હવે આ 1,257 રૂપિયા વધારીને 2,657 રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત અહીં એક કિલો દૂધ હવે 250 રૂપિયા મોંઘું થઇ ગયું છે. 1,195 રૂપિયા થઇ ગયો છે. એવું જ અન્ય જરૂરી વસ્તુઓ જેમ કે ઘઉંનો લોટ, ખાંડ અને સીમેન્ટની કિંમતોમાં બંપર વધારો થયો છે.
MG ના નવા અવતારે જીત્યું બધાનું દિલ, સિંગલ ચાર્જ પર 440km દોડશે આ ઇલેક્ટ્રિક કાર
લોકોએ જાહેર કરી નારાજગી
અહીંના લોકોમાં રસોઇ ગેસની કિંમતમાં રેકોર્ડ વૃદ્ધિએ સૌથી વધુ આક્રોશ પેદા કર્યો છે. ભાવને પરત લેવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. ગ્રાહક સુરક્ષા સત્તાના પ્રવક્તાએ કહ્યું કે 'કેબિનેટએ દૂધ પાઉડર, ઘઉંનો લોટ, ખાંડ અને તરલકૃત પેટ્રોલિયમ ગેસ માટે મૂલ્ય નિયંત્રણ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળ આશા હતી કે તેનાથી આપૂર્તિ વધશે. ભાવ 37 ટકા વધી શકે છે, પરંતુ અમને આશા છે કે ડીલર કારણ વિના નફો કમાઇ નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સરકારે ગુરૂવારે રાત્રે ગોટાબાયા રાજપક્ષેની અધ્યક્ષાતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક બાદ દૂધ પાવડર, ગેસ, ઘઉંનો લોટ અને સીમેન્ટની મૂલ્ય સીમાને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદથી જ મૂલ્યોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube