ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે આ મહિને આકાશમાં કઈક ખાસ થવા જઈ રહ્યું છે. આ અઠવાડિયે શનિનું ચંદ્રગ્રહણ દેખાવવાનું છે. ભારતમાં તે 18 વર્ષ બાદ જોવા મળશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 24 અને 25 જુલાઈની મધ્ય રાત્રિએ કેટલાક કલાકો માટે તે નરી આંખે જોઈ શકાશે. આ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિકોએ લૂનર ઓકલ્ટેશન ઓફ સેટર્ન કહ્યું છે. શનિનું ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર શનિને પોતાના ઓછાયામાં લઈ લપેટી લે છે. શનિના ચંદ્રમા પાછળ છૂપાઈ જવાથી ચંદ્રના કિનારેથી શનિના રિંગમાં નજરે ચડે છે. દુનિયાભરના ખગોળ વૈજ્ઞાનિકો અને એસ્ટ્રોનટ્સ રિસર્ચ માટે આ ઘટનાની વાટ જુએ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ 24 જુલાઈની રાતે 1.30 વાગ્યાથી તે શરૂ થશે અને ધીરે ધીરે વધશે. આગામી 15 મિનિટમાં એટલે કે 1.45 વાગ્યા સુધીમાં ચંદ્રમા શનિ ગ્રહને સંપૂર્ણ રીતે કવર કરીને પોતાની પાછળ છૂપાવી દેશે. તેના 45 મિનિટ બાદ એટલે કે 2.25 વાગે શનિ ગ્રહ ચંદ્રમાની પાછળથી નીકળવાનો શરૂ થઈ જશે. 


ક્યાં જોવા મળશે
ભારત ઉપરાંત પાડોશમાં શ્રીલંકા, અને ચીનમાં પણ આ શનિનું ચંદ્રગ્રહણ જોવા મળશે. આ દેશોમાં તેને જોવાનો સમય ભારત કરતા અલગ હશે. શનિનું ચંદ્રગ્રહણ એટલે કે લૂનર ઓકલ્ટેશન ઓફ સેટર્ન થવાનું કારણ એ છે કે જ્યારે પોતાની ગતિથી ચાલી રહેલા બે ગ્રહો રસ્તો બદલે ત્યારે શનિ ચંદ્રમાની પાછળથી ઉગતો જોવા મળે છે. તેમાં સૌથી પહેલા શનીની રિંગ જોવા મળે છે. 


એક્સપર્ટ્સનું કહેવું છે કે આકાશમાં આ નજારો આ વર્ષે ઓક્ટોબરમાં એકવાર ફરીથી જોવા મળશે. ત્રણ મહિના બાદ 14 ઓક્ટોબરના રોજ એકવાર ફરીથી શનિનું ચંદ્રગ્રહણ આકાશમાં સ્પષ્ટ રીતે જોવા મળશે. આકાશમાં આ  ઘટના નરી આંખે જોઈ શકાશે. જો કે શનિના વલયો જોવા માટે નાના દૂરબીનની જરૂર પડી શકે છે. ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતા લોકો આ ઘટનાની વાટ જોઈ રહ્યા છે.