લક્ઝમ્બર્ગઃ લક્ઝમ્બર્ગ(Luxembourg) દુનિયાનો પ્રથમ દેશ(First Country) બની ગયો છે, જ્યાં તમામ જાહેર પરિવહન મફત(Free Public Transport) કરી દેવાયું છે. નવા અને ફરીથી ચૂંટાયેલા વડાપ્રધાન ઝેવીયર બીટલ અને તેમની ગઠબંધન સરકારે જાહેરાત કરી છે કે તેઓ આગામી ઊનાળાથી તમામ ટ્રેન, ટ્રામ અને બસમાં ભાડું લેવાનું બંધ કરી દેશે. આમ કરવા પાછળનો હેતુ દેશની કાર્બન ફૂટપ્રિન્ટમાં(Carbon Footprint) ઘટાડો કરવાનો અને દેશમાં જે ગીચ ટ્રાફિકની સમસ્યા પેદા થઈ છે તેમાંથી છુટકારો મેળવવાનો છે. બીજું મુખ્ય કારણ એ છે કે, યુરોપિયન સંઘમાં(European Union) લક્ઝમ્બર્ગ(Luxembourg) દેશમાં કારની સંખ્યા સૌથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ઝમ્બર્ગ જમીનથી ત્રણ દેશ બેલ્જિયમ(Belgium), જર્મની(Germany) અને ફ્રાન્સથી(France) ઘેરાયેલો છે. લક્ઝમ્બર્ગમાં પડોશી દેશમાંથી કામકાજ માટે લગભગ 4 લાખ લોકો દરરોજ મુસાફરી કરીને આવે છે. આ વર્ષે લક્ઝમ્બર્ગે 20 વર્ષથી નીચેના યુવાનો માટે જાહેર પરિવહન મફત કરી દીધું હતું. આ ઉપરાંત સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી ઘરે આવવા માટેની પરિવહન સેવા મફત કરી દેવાઈ હતી.  


UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલાઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવા કર્યો આગ્રહ


અનેક સમસ્યાઓ વિશે અમદાવાદ (Ahmedabad)ના વિદ્યાર્થીઓ (Students) સાથે સીધી વાત જુઓ વીડિયો...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....