5મી વખત સિંગાપોરના પ્રવાસે પીએમ મોદી, કેમ ભારત માટે જરૂરી છે સિંગાપુર, તમે પણ જાણો કારણ
સિંગાપોર અને ભારત વચ્ચેના આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. તે ભારતનો છઠ્ઠો સૌથી મોટો ભાગીદાર છે. આ સાથે, તે ભારતમાં એફડીઆઈનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપુરની આ પાંચમી સત્તાવાર મુલાકાત છે. છ વર્ષ પહેલા તેઓ અહીં આવ્યા હતા.
સિંગાપુરઃ બ્રુનેઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી પાંચમી વખત સિંગાપોર પહોંચ્યા... અહીંયા અનેક મહિલાઓએ તેમને રાખડી બાંધી... તો ભારતીય સમુદાયની સામે PM મોદીનો કયો અનોખો અંદાજ જોવા મળ્યો?... બ્રુનેઈ બાદ સિંગાપુર ભારત માટે કેટલું મહત્વનું છે... જોઈશું આ અહેવાલમાં.
આ દ્રશ્યો ભારતના નહીં પરંતુ ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલાં સિંગાપોરના છે... પીએમ મોદી બ્રુનેઈનો પ્રવાસ પૂરો કર્યા બાદ સિંગાપોર ખાતે આવી પહોંચ્યા... જ્યાં ભારતીય સમુદાયના લોકોની વચ્ચે પીએમ મોદી આવ્યા ત્યારે તેમનો અનોખો અંદાજ જોવા મળ્યો... પીએમ મોદીએ અહીંયા મહારાષ્ટ્રીયન ઢોલ પર હાથ પણ અજમાવ્યો.
ભારતીય સમુદાયના લોકો પણ પીએમની એક ઝલક નિહાળીને ખુશ-ખુશ થઈ ગયા. પીએમ મોદીએ સિંગાપોરમાં મહારાષ્ટ્રીયન લોકોને ગણેશ પર્વની શુભેચ્છા પાઠવી... આ પ્રસંગે જે ઢોલ પર પીએમ મોદીએ હાથ અજમાવ્યો તેને રિટાયર કરવાની આયોજકે વાત કરી.
પ્રધાનમંત્રી મોદીએ સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી... બંને નેતાઓએ પહેલાં હાથ મિલાવ્યા અને પછી ભેટી પડ્યા તેના દ્રશ્યો સામે આવ્યા છે... જેમાં બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષ ખુશમિજાજ અંદાજમાં જોવા મળ્યા....
ભારત માટે સિંગાપુર કેમ જરૂરી છે તે પણ ગ્રાફિક્સની મદદથી સમજી લો...
સિંગાપુર ભારતનું છઠ્ઠું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે...
સિંગાપુર ભારતનું સૌથી મોટું આસિયાન બિઝનેસ પાર્ટનર છે...
ભારતમાં FDIનો સૌથી મોટો સ્ત્રોત સિંગાપોરમાંથી આવે છે...
જે નાણાંકીય વર્ષ 24માં 11.77 બિલિયન ડોલર હતો...
ભારતના કુલ વેપારમાં સિંગાપોરની ભાગીદારી 3.2 ટકાની છે...
2024માં સિંગાપોરમાંથી ભારતે 21.1 અરબ ડોલરની આયાત કરી...
તો 14.4 અરબ ડોલરની નિકાસ કરી...
સિંગાપોર માત્ર બિઝનેસ માટે જ નહીં પરંતુ એશિયા-પ્રશાંત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રવેશ માટે પણ જરૂરી છે... ભારતના સેમી કંડક્ટર હબ બનવાના સપનાને પૂરું કરવામાં સિંગાપોરનો મહત્વનો રોલ હશે... એટલે સિંગાપોર સાથે દોસ્તી ભારતના ફાયદામાં જ છે...