કારાકાસ:  વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકા સાથે રાજનયિક સંબંધો તોડવાની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. માદુરોએ આ જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિપક્ષના નેતા જુઆન ગુએડોના દક્ષિણ અમેરિકી દેશના 'વચગાળાના રાષ્ટ્રપતિ' તરીકે માન્યતા આપ્યા બાદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ છોડવા માટે આપ્યો 72 કલાકનો સમય
માદુરોએ કારાકાસમાં હજારો સમર્થકોને કહ્યું કે મેં અમેરિકાની સામ્રાજ્યવાદી સરકાર સાથે રાજનયિક અને રાજકીય સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે જતા રહો! વેનેઝુએલા છોડો, તેઓ આ જ લાયક છે, ધિક્કાર છે તેમના પર. તેમણે અમેરિકી પ્રતિનિધિમંડળને દેશ છોડવા માટે 72 કલાકનો સમય આપ્યો છે. 


ગુએડોના સમર્થકો સામે કરી જાહેરાત
હકીકતમાં વિપક્ષના નિયંત્રણવાળી વિધાયિકાના પ્રમુખ ગુએડોએ હજારો સમર્થકોની ભીડ સામે એ જાહેરાત કરીને સનસનાટી ફેલાવી દીધી કે તેઓ પોતાને કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરે છે. 


ટ્રમ્પે કર્યુ હતું ગુએડોનું સમર્થન
ટ્રમ્પ આ મામલે પ્રતિક્રિયા આપનારા પહેલા વિદેશી નેતા હતાં અને તેમણે ગુએડોને પોતાનું સમર્થન આપ્યું. તેમણે નેશનલ એસેમ્બલીને વેનેઝુએલાના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારની એકમાત્ર લીગલ હેજ ગણાવી. આ બાજુ કારાકાસમાં પ્રેસિડેન્શિયલ પેલેસની બાલ્કનીથી બોલતા માદુરોએ અમેરિકી સરકાર પર તખ્તાપલટની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, વેનેઝૂએલા વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની ચરમપંથી નીતિ બેજવાબદારી ભરેલી છે. તે ખુબ મુર્ખતાપૂર્ણ છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...