NASA Spacecraft: નાસા મંગળવારે સવારે અંતરિક્ષમાં પૃથ્વીની સુરક્ષા સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવશે. જો નાસાનું આ મિશન સફળ થયું તો ભવિષ્યમાં ધરતી તરફ આવી રહેલા એસ્ટેરોયડ એટલે કે ક્ષુદ્રગ્રહોની દિશા બદલી શકાશે. નસાએ એક એવું અંતરિક્ષ યાન- ડબલ એસ્ટેરોયડ રિડાયરેક્શન ટેસ્ટ (DART) તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતરિક્ષમાં હાજર એક એસ્ટેરોયડ સાથે ટકરાવવાનો છે. આ ટક્કરનો હેતુ હશે એસ્ટેરોઇડની દિશા બદલી દેવાનો. આ ટક્કર ધરતીથી લગભગ 1.1 કરોડ કિલોમીટરના અંતરે દૂર હશે. આ પહેલીવાર હશે કોઇ માણસ અંતરિક્ષ યાન કોઇ એસ્ટેરોયડ સાથે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને સાથે ટકરાશે ડાર્ટ
ડાર્ટ મિશન લગભગ 24 હજાર પ્રતિકિલોમીટરની ગતિએ ડિડિમોસ એસ્ટેરોયડના ચક્કર લગાવનાર ચંદ્રમા ડાઇમોરફોર્સ સાથે ટકરાશે. જો આ ટક્કરથી દિશા બદલાઇ તો મોટી સફળતા હશે. ટક્કર બાદ બંને પત્થર દિશા અને ગતિમાં આવેલા ફેરફારનો સ્ટડી કરવામાં આવશે. ડાયમોરફસ આકારમાં 163 મીટર પહોળો એટલે કે લગભગ 535 ફૂટનો આ એસ્ટેરોયડ છે. તો બીજી તરફ ડિડિમોસ 780 મીટર એટલે કે લગભગ 2560 ફૂટ લાંબો એસ્ટેરોયડ ચે. બંને વચ્ચે લગભગ ફક્ત દૂરી 1.2 કિલોમીટર છે. 


પૃથ્વીને નથી કોઇ ખતરો
જોકે આ બંને પથ્થરથી પૃથ્વીને કોઇ ખતરો નથી પરંતુ આ ટક્કર દ્રારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે શું ધરતી માટે ખતરો બનનાર કોઇ આકાશી પથ્થરની દિશાને આવી ટક્કરથી બદલી શકાય છે. 


શું હશે ટક્કર? 
આ ટક્કર અમેરિકી સમયનુસાર સોમવારે સાંજે (26 સ્પટેમ્બર) સાંજે 7.14 મિનિટ પર થશે જ્યારે ભારતીય સમય અનુસાર મંગળવારે (27 સપ્ટેમ્બર) સવારે 4.44 પર થશે.