કોલંબોઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકામાં લોકો સતત સરકારનો વિરોધ કરી રહ્યાં છે. પ્રદર્શનકારી પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે વર્તમાન આર્થિક સંકટને કારણે ઉભા થયેલા રાજકીય વિરોધનો હલ કાઢવા માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પોતાના ભાઈ મહિન્દા રાજપક્ષેને પદ પરથી હટાવવા માટે રાજી થઈ ગયા છે. તેમણે કહ્યું કે તે શ્રીલંકાના પ્રધાનમંત્રી પદ પર પોતાના ભાઈના સ્થાને કોઈ બીજા નેતાની નિમણૂક કરવા માટે તૈયાર છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ પગલાંથી પ્રદર્શનકારીઓનો ગુસ્સો શાંત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ રાષ્ટ્રપતિની સાથે બેઠક બાદ ગોટબાયાએ લીધો નિર્ણય
શ્રીલંકાના મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ અને વર્તમાન સાંસદ મૈત્રીપાલા સિરીસેનાએ રાષ્ટ્રપતિ સાથે બેઠક બાદ કહ્યુ કે, ગોટાબાયા રાજપક્ષે તે વાતથી સહમત થયા છે કે એક નવા પ્રધાનમંત્રીના નામથી એક રાષ્ટ્રીય પરિષદની નિમણૂક કરવામાં આવે. આ પરિષદ દ્વારા બનાવવામાં આવેલા મંત્રીમંડળમાં તમામ રાજકીય પક્ષોના સાંસદ સામેલ થશે. સિરીસેના, રાજપક્ષે પહેલાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા. તેઓ આ મહિનાની શરૂઆતમાં આશરે 40 અન્ય સાંસદોની સાથે પાર્ટી બદલતા પહેલાં સત્તામાં રહેલી પાર્ટીના સાંસદ હતા. 


આ પણ વાંચોઃ રેસ્ટોરન્ટમાં બેઠા હતા ઇમરાન ખાનના ખાસ નેતા, ટોળું આવ્યું અને કરી મારામારી, જુઓ Video  


દેવાળુ ફુંકવાની નજીક શ્રીલંકા
આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા દેવાળું ફુંકવાની નજીક પહોંચી ગયું છે. આ કારણે શ્રીલંકાએ તેના વિદેશી દેવાની ચુકવણી મોકૂફ રાખી છે. તેણે આ વર્ષે વિદેશી દેવાના રૂપમાં સાત અબજ ડોલર અને 2026 સુધી 25 અબજ ડોલર ચુકવવાના છે. તેનો વિદેશી મુદ્દા ભંડાર ઘટીને એક અબજ ડોલરથી ઓછો રહી ગયો છે. તેવામાં શ્રીલંકાની પાસે આ વર્ષે વિદેશી લોન ચુકવવા જેટલા પૈસા પણ વધ્યા નથી. 


શ્રીલંકામાં ખાવા-પીવાની વસ્તુ સહિત ગેસ-તેલ પણ ખતમ
વિદેશી મુદ્દાની કમીએ આયાતને ખરાબ રીતે પ્રભાવિત કરી છે, લોકોને ખાવા-પીવાની વસ્તુ, ઈંધણ, રસોઈ ગેસ અને દવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે સહિત ગોટાબાયા અને તેમનો પરિવારનું છેલ્લા 20 વર્ષમાં શ્રીલંકાના લગભગ દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ રહ્યું છે. માર્ચથી રસ્તા પર ઉતરી પ્રદર્શન કરી રહેલાં લોકોએ વર્તમાન સંકટ માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube