Plane Crash: અમેરિકામાં એક ભયાનક હવાઈ અકસ્માત થયો છે. ખાનગી પોર્ટલના રિપોર્ટ મુજબ અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ 5342 બુધવારે વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પાસે લેન્ડિંગ દરમિયાન બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી. રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટે બુધવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને તેની પુષ્ટિ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહ મળ્યા છે


વિમાન દુર્ઘટનાની માહિતી મળતા જ ઈમરજન્સી કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વોશિંગ્ટન ડીસી ફાયર વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે. તે જ સમયે, વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે ટ્રમ્પને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં પ્લેન ક્રેશની ઘટનામાં 60 લોકો ભરેલુ વિમાન હેલિકોપ્ટર સાથે ટકરાયા બાદ નદીમાં ગરકાવ થયું છે, જેમાં અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહ મળ્યા છે. 


દુર્ઘટના રાત્રે લગભગ 9 વાગ્યે થઈ હતી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના રાત્રે લગભગ 9 વાગ્યે થઈ હતી. આ સમયે જેટ પ્લેન વિચિટા કેન્સાસથી ઉડાન ભરી હતી. એરપોર્ટ રનવે નજીક આવતાં આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. જો કે આ ઘટના બાદ એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ થતા હોય તેવુ દેખાઈ રહ્યું છે.


 


 



 


અમેરિકન એરલાઈન્સની વેબસાઈટ અનુસાર ક્રેશ થયેલા જેટમાં 65 મુસાફરોની બેઠક ક્ષમતા છે. તે જ સમયે, અમેરિકન સેનેટર ટેડ ક્રુઝે કહ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે.