Pakistan: ચૂંટણી પંચે 271 સાંસદો, વિધાયકોને સસ્પેન્ડ કરી નાખ્યા, જાણો આખરે શું છે મામલો
Pakistan Election Commission: સાંસદો અને ધારાસભ્યોને ચેતવણી આપવામાં આવી હતી કે જેઓ નાણાકીય વિગતો પ્રદાન નહીં કરે તેમની સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવશે. ECPએ સોમવારે કહ્યું કે નેશનલ એસેમ્બલીના 136 સભ્યો, 21 સેનેટર અને પ્રાંતીય એસેમ્બલીના 114 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Pakistan Election Commission: પાકિસ્તાનના ચૂંટણી પંચે દેશભરના 271 સાંસદો અને ધારાસભ્યો સામે મોટી કાર્યવાહી કરી છે. આવક અને જવાબદારીઓના હિસાબના લેખાજોખા સબમિટ ન કરવા બદલ તેમની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. દર વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં આ નાણાકિય વિવરણ ફાઇલ કરવામાં આવે છે. પાકિસ્તાન ચૂંટણી પંચે (ECP) એ સાંસદો અને ધારાસભ્યોને 30 જૂન, 2022 સુધીના નાણાકિય હિસાબો સબમિટ કરવા માટે 16 જાન્યુઆરી, 2023 સુધીનો સમય આપ્યો હતો.
સાંસદો અને ધારાસભ્યોને ચેતવણી આપવામાં આવી હતી કે જેઓ નાણાકીય વિગતો પ્રદાન નહીં કરે તેમની સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવશે. ECPએ સોમવારે કહ્યું કે નેશનલ એસેમ્બલીના 136 સભ્યો, 21 સેનેટર અને પ્રાંતીય એસેમ્બલીના 114 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગયા વર્ષે, નેશનલ એસેમ્બલીના 35 સભ્યો અને ત્રણ સેનેટરોએ 16 જાન્યુઆરીની સમયમર્યાદા સુધીમાં નાણાકીય નિવેદનો ફાઇલ કર્યા ન હતા, જ્યારે આ વર્ષે તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) નેતાઓએ રાજીનામું આપ્યું હોવાથી આ સંખ્યા પ્રમાણમાં વધુ રહી હતી.
પાકિસ્તાન કંગાળ અને ચીનનું અર્થતંત્ર ડૂબ્યું, 50 વર્ષમાં સૌથી નીચો ગ્રોથ
ભાગેડુ દાઉદ ક્યાં છૂપાઈને બેઠો છે તે ખબર પડી ગઈ, 67 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન
પાકિસ્તાનમાં સતત વધી રહ્યા છે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન-લગ્નના કેસ
પંજાબ વિધાનસભાના કોઈ સભ્યનો આ યાદીમાં સમાવેશ નથી
ECP દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પંજાબ પ્રાંતીય એસેમ્બલી (MPA)નો કોઈ સભ્ય નથી, કારણ કે પ્રાંતીય એસેમ્બલીનું વિસર્જન થઈ ચૂક્યું છે. નેશનલ એસેમ્બલીના સભ્યો અને સેનેટર્સ ઉપરાંત સિંધ પ્રાંતીય એસેમ્બલીના 48 સભ્યો, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતીય એસેમ્બલીના 54 સભ્યો અને બલૂચિસ્તાન પ્રાંતીય એસેમ્બલીના 12 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube